સતત ધ્રુજી રહી છે ધરા, હવે લદાખના કારગિલમાં આવ્યો ભૂકંપ

લદાખના કારગિલમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7ની જોવા મંળી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ સવારે 3.37 કલાકે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી. 

Updated By: Jul 5, 2020, 07:23 AM IST
સતત ધ્રુજી રહી છે ધરા, હવે લદાખના કારગિલમાં આવ્યો ભૂકંપ

કારગિલ: લદાખના કારગિલમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7ની જોવા મંળી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ સવારે 3.37 કલાકે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી. 

છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ અલગ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થઈ રહ્યાં છે. રાજસ્થાનના અલવર જિલ્લામાં 3 જુલાઈ શુક્રવારના રોજ સાંજે ભૂકંપના આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 હતી. ભૂકંપના ઝટકા દિલ્હી એનસીઆર તથા અન્ય ભાગોમાં પણ મહેસૂસ થયા હતાં. ભૂકંપ શુક્રવારે સાંજે સાત વાગ્યે આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ સપાટીથી 35 કિમી નીચે હતું. 

હરિયાણા અને દિલ્હીના આસપાસ અનેકવાર ધરા ધ્રુજી
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં શુક્રવારે સાંજે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 મપાઈ હતી. ગુરુગ્રામ સાથે દેશની રાજધાની દિલ્હી તથા એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં. ભૂકંપ સાંજે સાત વાગ્યે આવ્યો હતો જેનું કેન્દ્ર ગુરુગ્રામના દક્ષિણ પશ્ચિમમાં 60 કિમી દક્ષિણમાં હતું. છેલ્લા એક મહિનાથી દિલ્હી એનસીઆરમાં અનેકવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube