Income Tax ભરનારાઓને મળી મોટી ખુશખબરી, સરકારે જાહેર કરી ગાઇનલાઇન

FM Nirmala Sitharaman on Income Tax: માહિતી આપતા નાણામંત્રીએ કહ્યું છે કે હવે તમારી આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આવી ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેનો લાભ લઈને તમારે તે આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

Income Tax ભરનારાઓને મળી મોટી ખુશખબરી, સરકારે જાહેર કરી ગાઇનલાઇન

Income Tax Latest News: ઈન્કમટેક્સ (Income Tax) ભરનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ ઈન્કમ ટેક્સ ભરો છો તો નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રાહતના સમાચાર આપ્યા છે. માહિતી આપતા નાણામંત્રીએ કહ્યું છે કે હવે તમારી આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આવી ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેનો લાભ લઈને તમારે તે આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ અંગે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

કઇ ઇનકમ પર નહી લાગે ટેક્સ
જો કે 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોય છે, પરંતુ આ સિવાય પણ ઘણી એવી આવક છે જેના પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો પડતો નથી. ચાલો તમને જણાવીએ કે તમારી કઈ આવક ટેક્સ ફ્રી છે.

ગ્રેચ્યુઈટી પર ટેક્સ લાગતો નથી
જો કોઈ સંસ્થામાં નોકરી કરનાર વ્યક્તિ 5 વર્ષ પછી તેની કંપની છોડી દે છે, તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જો આપણે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો તેમની 20 લાખ સુધીની રકમ ટેક્સ ફ્રી છે. તો બીજી તરફ ખાનગી કર્મચારીઓની 10 લાખ સુધીની રકમ ટેક્સ ફ્રી હોય છે.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

PPF અને EPS પર લાગશે નહીં ટેક્સ 
આ સિવાય PPF ના પૈસા પર પણ કોઈ ટેક્સ લાગતો નથી. આના પર મળનાર વ્યાજ, પાકતી મુદત પૂરી થવા પર મળેલી રકમ, ત્રણેય કરમુક્ત છે. આ સાથે, જો કર્મચારી 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી પોતાનો EPF ઉપાડી લે છે, તો તેણે આ રકમ પર પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આવી ભેટો પર કોઈ ટેક્સ લાગશે નહીં.
આ સિવાય જો તમને તમારા માતા-પિતા પાસેથી કોઈ પારિવારિક સંપત્તિ, રોકડ અથવા ઘરેણાં મળ્યા છે, તો તે ટેક્સમાંથી મુક્ત છે. આવી ભેટો પર કોઈ ટેક્સ નથી. જો તે તેના માતા-પિતા પાસેથી મળેલી રકમનું રોકાણ કરીને કમાણી કરવા માંગે છે, તો તેણે તેમાંથી મળેલી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news