એક CM એ હાથ જોડ્યા, બીજા CM પગે લાગ્યા, બન્નેના રાજ્યો પર મહેરબાન થયા પ્રધાનમંત્રી

Budget 2024: આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 240 બેઠક આવી. જેમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીની 16 બેઠક અને જેડીયુની 12 બેઠકથી સરકારને મજબૂતી મળી. આ વખતે 10 વર્ષ પછી ભાજપ ગઠબંધનના સહારે સરકારમાં આવ્યું અને તેની અસર બજેટમાં પણ જોવા મળી. 

એક CM એ હાથ જોડ્યા, બીજા CM પગે લાગ્યા, બન્નેના રાજ્યો પર મહેરબાન થયા પ્રધાનમંત્રી

Union Budget 2024: બજેટમાં અબકી બાર આંધ્ર પ્રદેશ-બિહાર! ચંદ્રાબાબુએ હાથ જોડ્યા, નીતિશ પગે લાગ્યાં તો PM મોદીએ બિહાર-આંધ્ર પર કર્યો પૈસાનો વરસાદ. મોદી સરકારે ભંડાર ખોલી દીધા, નાયડુ-નીતિશને મળી રિટર્ન ગિફ્ટ. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ BJPએ JDU અને TDPના ટેકાથી ગઠબંધન સરકાર બનાવી લીધી. બિહાર અને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો તો ન મળ્યો. પરંતુ બજેટમાં અબ કી બાર બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ભંડાર ખોલી નાંખવામાં આવ્યા. નાણા મંત્રીએ બજેટમાં બંને રાજ્યો માટે કઈ જાહેરાત કરી?. વિપક્ષે તેના પર શું નિશાન સાધ્યું? જોઈશું આ અહેવાલમાં... 

જેના સમર્થનથી સરકાર તેમના માટે ખૂલ્યા ભંડાર-
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 240 બેઠક આવી. જેમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીની 16 બેઠક અને જેડીયુની 12 બેઠકથી સરકારને મજબૂતી મળી. આ વખતે 10 વર્ષ પછી ભાજપ ગઠબંધનના સહારે સરકારમાં આવ્યું અને તેની અસર બજેટમાં પણ જોવા મળી. લોકસભામાં ભાજપને જ્યારે પુરી સીટો ન મળી ત્યારે જેડીયુના નીતિશ અને તેલગુ દેશમના ચંદ્રાબાબુએ એનડીએ સાથી પક્ષ તરીકે સાથ આપ્યો. એ સમયે પણ આંધ્રના ચંદ્રાબાબુએ મોદીને હાથ જોડેલાં જ્યારે બિહારના નીતિન કુમાર પીએમ મોદીને પગે લાગ્યા હતા. આ વખતના બજેટમાં બન્નેના રાજ્યો પર મોદી સરકાર મહેરબાન થઈ.

  • બિહારને આ બજેટમાં શું મળ્યું તેની વાત કરીએ તો...
  • સડક પરિયોજના માટે 26,000 કરોડ રૂપિયાની જોગવાઈ...
  • પાવર પ્રોજેક્ટ માટે 21,000 કરોડની જોગવાઈ...
  • પૂર રાહત માટે 11,500 કરોડની જોગવાઈ કરવામાં આવી...
  • બિહારમાં 3 એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે...
  • જેમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર એક્સપ્રેસ-વે અને વૈશાલી-દરભંગા એક્સપ્રેસ બનાવવામાં આવશે...
  • બક્સરમાં ગંગા નદી પર 2 લાઈન પુલ બનાવવામાં આવશે...
  • પીરપૈંતીમાં 2400 મેગાવોટ પ્લાન્ટ બનાવવામાં આવશે...
  • મહાબોધિ મંદિરનો કોરિડોર બનાવવામાં આવશે...
  • વિષ્ણુપાદ મંદિરનો કોરિડોર બનાવવામાં આવશે...
  • નવા એરપોર્ટ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે...

બજેટમાં બિહાર માટે મોટી જાહેરાતથી મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે સાથે સ્થાનિક પક્ષોએ પણ ખુશી વ્યક્ત કરી...
બજેટમાં આંધ્ર પ્રદેશ માટે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી છે... તેના પર નજર કરીએ તો આંધ્ર પ્રદેશ માટે બજેટમાં 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગોદાવરી નદી પર પોલાવરમ સિંચાઈ પરિયોજના માટે મદદ કરાશે. આંધ્ર પ્રદેશમાં બે ઈકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેમાં વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર અને હૈદરાબાદ-બેંગાલુરુ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર તૈયાર કરવામાં આવશે. હાઈવે, રસ્તા, વિજળી અને પાણી માટે ફંડ આપવામાં આવશે. આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે ફંડની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારનો આભાર માન્યો હતો. 

  • નાયડુ-નીતીશને મોટી ગિફ્ટ
  • ટેકો આપવાનું ઈનામ કરોડોમાં મળ્યું
  • આંધ્ર પ્રદેશ-બિહારને સ્પેશિયલ પેકેજ મળ્યું
  • નાયડુ-નીતિશને મળી રિટર્ન ગિફ્ટ
  • બંને રાજ્યના વિકાસ માટે ખૂલ્યો ભંડાર
  • ચૂંટણીવાળા રાજ્યોને કંઈ ખાસ ન મળ્યું

તેમણે ટ્વીટ કર્યું કે, આંધ્ર પ્રદેશના લોકો તરફથી હું પ્રધાનમંત્રી મોદી અને નાણા મંત્રીનો અમારા રાજ્યની જરૂરિયાતને ઓળખવા માટે આભાર માનું છું. નાણાંકીય વર્ષ 24-25ના કેન્દ્રીય બજેટમાં રાજધાની, પોલાવરમ, ઔદ્યોગિક NOD અને પછાત વિસ્તારના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રથી મળનારો આ સહયોગ આંધ્ર પ્રદેશના પુનર્નિર્માણમાં બહુ ઉપયોગી સાબિત થશે..

વિપક્ષના નેતાઓએ બિહાર અને આંધ્ર પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા બજેટ પર નિશાન સાધ્યું છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં ચૂંટણી આવી રહી છે પરંતુ તે રાજ્યો માટે કંઈ જાહેરાત થઈ નથી. જેના કારણે આ બજેટની કેવી અસર તે રાજ્યોમાં થશે તે આવનારો સમય બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news