Vibrant Gujarat 2019: ''પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટની સ્થાપના માટે ગુજરાત એક આદર્શ સ્થળ''

પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો.

Vibrant Gujarat 2019: ''પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટની સ્થાપના માટે ગુજરાત એક આદર્શ સ્થળ''

ગાંધીનગર: પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે નવતર પરિમાણોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના અને નિવેશ માટે વિશ્વમાં ભારત અને દેશમાં ગુજરાત આદર્શ સ્થળ છે. તેમણે જણાવ્યું કે, નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવે તો દેશમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પૈકી સોલાર આધારીત (સૂર્યશક્તિ) ૩૦ ગીગાવોટ અને વીન્ડ (પવન) આધારીત ૧૦ ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વિકસી શકે છે.

આનંદકુમારે જણાવ્યું કે, દેશનો જે ભાગ વીજળીથી વંચિત હોય ત્યાં વીજળી પહોંચાડવાથી વીજળીની માંગમાં નિરંતર વધારો થતો રહે છે. પ્રધાનમંત્રીના વિઝન પ્રમાણે દેશના દરેક ધર સુધી વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણતાના આરે છે. ભારત સરકારના એમ.એન.આર.ઇ. મંત્રાલયે વીન્ડ, સોલાર, હાઇબ્રીડ અને બાયોગેસ જેવા સેક્ટર્સમાં ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટસની સ્થાપના ડેવલપર્સ માટે સરળ બનાવવા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ વ્યાપારની સરળતા કરતા અનેકવિધ પગલા લીધા છે. આપણું લક્ષ હવે ક્લીન એનર્જીથી આગળ વધીને  ગ્રીન એનર્જીનો વિનિયોગ કરવાનું છે. આંશિક જન્મ બળતણો (ફોસીલ ફયુઅલ્સ)નો વપરાશ ધટાડીને કાર્બન ઇમીગેનનું પ્રમાણ ધટાડવા માટે ન્યુ એનુ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં એક ગીગાવોટના પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહન આપવામાં આવશે.
    
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આપેલા લક્ષ્યાંક પ્રમાણે સોલાર-વીન્ડ જેવા માધ્યમોથી સન ર૦રર સુધીમાં ૧૭પ ગીગાવોટ ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનો છે. એ બાબતમાં હવે કોઇ શંકા નથી. એમણે કહ્યું કે, નિર્ધારીત લક્ષ્ય કરતા પણ વધુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરી શકાશે એવો વિશ્વાસ જાગ્યો છે. તેમણે આ ક્ષેત્રના રોકાણકારો આ પ્રોજેક્ટસ વળતરયુક્ત બની રહેશે એવા વિશ્વાસ સાથે વીજળી વળતર મેળવવાનું ધ્યેય રાખવા અનુરોધ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Cyprusworld's largest investorindiaઆફ્રિકા ડેસુષ્‍મા સ્‍વરાજગૌતમ અદાણીમુકેશ અંબાણીટાટા ગ્રુપરિલાયન્સ ગ્રુપરોકાણવાઈબ્રન્ટ ગુજરાતSushma SwarajVibrant Gujarat 2019Vibrant Gujarat SummitVibrant GujaratFarm2doorpm narendra modiNarendra Modi in newsKetan Joshiવાયબ્રન્ટ ગુજરાતનરેંદ્ર મોદીવિજય રૂપાણીગ્લોબલ ટ્રેડ શો19 જાન્યુઆરીગ્લોબલ સમિટના 9મી એડિશનનેધરલેન્ડબિઝનેસ પ્રતિનિધિમંડળકૃષિબાગાયતતબીબી ક્ષેત્રપુનઃપ્રાપ્ય ઊર્જાટેકનોલોજીએનર્જી ટ્રાન્ઝેક્શનસ્માર્ટ સિટીમેન્યુફેક્ચરિંગવૈશ્વિક કંપનીઓલક્ઝુરીયસ ગાડીઓભાડુંશેપિંગ અને ન્યૂ ઈન્ડિયા થીમમુખ્યમંત્રી વિજય રૂપાણીગાંધીનગરમહાત્મા મંદિરઅમદાવાદMOUAfrica Daynarendra modivijay rupaniMahatma Mandirgandhinagarbusiness news in gujaratizee news gujaratiવેપાર સમાચારબિઝનેસ ન્યૂઝવાઈબ્રન્ટ ગુજરાત 2019વાઈબ્રન્ટ સમિટપીએમ મોદીવડાપ્રધાન નરેંદ્ર મોદીબિઝનેસ ડેલ

Trending news