પરપ્રાંતીય

સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ

અમરોલી અજની ઈન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીયો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત થયું છે.
 

May 16, 2020, 07:31 AM IST

આ જિલ્લામાં પરપ્રાંતિયો વતન જવા માટે ઓનલાઇન અને ઓફલાઇન કરી શકશે અરજી

ગુજરાત રાજ્યની બહાર થી આવેલા પરપ્રાંતીઓ, વિધાર્થીઓ, યાત્રાળુઓ ને પોતાના વતન જવા માટે સરકારે છેલ્લા થોડા દિવસથી પાસ આપવાની શરૂઆત કરી છે.

May 3, 2020, 08:59 PM IST

સુરત જિલ્લા પોલીસનું પરપ્રાંતીયો માટે બેજવાબદાર વર્તન, ‘બે દિવસ છે.. સુરતથી જતા રહો..’

પરપ્રાંતિયોને બે દિવસમાં સુરત છોડવાનો આદેશ આપતા સુરત જિલ્લા પોલીસના વીડિયો વાયરલ થયો છે. સુરત જિલ્લા પોલીસનું બેજવાબદારીભર્યું વર્તન સામે આવ્યું છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં સુરત જિલ્લા પોલીસ પરપ્રાંતિયોને ચેતવણી આપી રહી છે. વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, બે દિવસ બાદ કોઈને જવા દેવામાં નહિ. વધારે રૂપિયા આપીને પણ પરપ્રાંતીયો વતન લોકો ચાલ્યા જાય. બે દિવસ બાદ ઘરની બહાર નહીં જવા દેવાય. જમવાનું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું. જે ગાડી મળે તેમ વતન જવાનું ફરમાન કરાયું. 

May 2, 2020, 10:18 AM IST

5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં જવાની છૂટછાટ આપતા લોકોમાં હરખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત શહેરમાં છે. ત્યારે સુરતથી યુપી પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ હતી. આ શ્રમિકો વતન જવા તો નીકળ્યા હતા, પણ યુપીમાં તેમની બસને એન્ટ્રી આપવામાં ન આવી. યુપી સરકાર દ્વારા કેટલીક બસોને ગુજરાત રિટર્ન કરવામાં આવી છે. આ કારણથી શ્રમિકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે, એક-એક શ્રમિકે 2 થી 4 હજાર વતન જવા માટે ચૂકવ્યા હતા. 

May 2, 2020, 09:27 AM IST

અમદાવાદ: રખિયાલમાં પરપ્રાંતિય યુવાને કર્યું બે વર્ષની બાળકીનું અપહરણ

શહેરના રખિયાલ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળકીના ઘર પાસેથી યુવકે તેનું અપહરણ કર્યુ હતું. જોકે સ્થાનિકો તેને જોઇ જતાં થોડેક દૂરથી તેને પકડી પાડ્યો હતો. લોકોનાં ટોળાંએ યુવકની પકડી પાડ્યા બાદ બાળકીને તેના પિતાને હવાલે કરી હતી અને અપહરણ કરનારને ઢોર માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. અપહરણકર્તાએ દારૂના નશામાં ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Jan 21, 2019, 05:22 PM IST

શક્તિસિંહ ગોહિલે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે માગ્યો જવાબ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે. 

Oct 20, 2018, 04:42 PM IST

મારવાના સપના ના જૂઓ રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું: અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરને મારી નાખવાથી ઠાકોર સેનાને તોડવા માટેન ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે. લડત ચાલુ જ રહેશે: અલ્પેશ ઠાકોર

Oct 20, 2018, 03:58 PM IST

સુરતમાં મોડી રાત્રે ઘરની બહાર નિકળેલા યુવકનો મૃતદેહ મળ્યો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ 

શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવક શુક્રવારની રાત્રે મોડી રાત્રે ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે આ યુવકની શંકાસ્પ્રદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. મોડી રાત્રે તેની બાઈક અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. 

Oct 13, 2018, 02:36 PM IST

Viral Verification: શું આ ફોટો ગુજરાતમાંથી હિજરત કરી રહેલા પરપ્રાંતિય લોકોનો છે?

ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈને હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પાછાં ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે અને તેને લઈને વિભાજનના દિવસોની યાદ આવી ગઈ હોય તેવું પણ લોકો કહી રહ્યાં છે. શું છે આખરે વાઈરલ તસવીરનું સત્ય ? જોઈએ ખાસ રિપોર્ટ....

Oct 12, 2018, 12:44 PM IST

અલ્પેશ ઠાકોરે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કોંગ્રેસના મોટા નેતાઓ સદભાવના ઉપવાસમાં જોડાશે

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.

Oct 11, 2018, 09:19 AM IST

ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત માટે Dy CM જવાબદાર : ઠાકોર સેના

This segment of Zee News brings to you latest information on Thakor Sena which has accused Gujarat Deputy CM Nitin Patel over attack on migrants. Watch full video to know more.

Oct 10, 2018, 06:39 PM IST

કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ

રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે. 

Oct 9, 2018, 07:04 PM IST

ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ'

Oct 9, 2018, 07:02 PM IST

ગુજરાતમાં ગાયબ થઈ પાણીપુરીની લારીઓ, ગુજરાતણો થઈ નિરાશ

 સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી રેપની એક ઘટનાએ ગુજરાતભરમાં વરસા ઉત્તર ભારતીયોના જીવન પર એવી અસર પાડી, કે તેઓ ગુજરાત છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાતના દરેક શહેર-ગામમાં વસતા પરપ્રાંતીયોમાં આ કારણે દહેશત ફેલાયો છે. જેની સીધી અસર ગુજરાતના વેપાર-ધંધા પર પડી છે. ગુજરાતના વેપારમાં ઉત્તર ભારતીયોનું પણ મોટું યોગદાન છે. આ ડરને પગલે ખાણીપીણીની લારી ચલાવીને ગુજરાન કરતા ઉત્તર ભારતીયો રાતોરાત ગાયબ થઈ ગયા છે. પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ છે. જેને કારણે ગુજરાતના ગલી-નાકા પર હોંશભેર પાણીપુરી ખાતી મહિલાઓ ગાયબ થઈ ગઈ છે. 

Oct 9, 2018, 06:39 PM IST

શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું

Oct 9, 2018, 06:09 PM IST

ઉત્તર ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપી સરકારના મંત્રીએ ગુજરાત સરકારનું રાજીનામું માગ્યું

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે 

Oct 9, 2018, 04:46 PM IST

પરપ્રાંતીય કામદારો વગર પાંગળા બન્યા ગુજરાતના વેપાર-ધંધા, દિવાળી ટાંણે ધંધો ઠપ્પ

કહેવાય છે કે, ધંધો તો ગુજરાતીના નસ નસમાં વહે છે. પરંતુ આ જ ધંધાને ચલાવવા માટે જે મજૂરોને જરૂર પડે છે, તે તો ઉત્તર ભારતના છે. ત્યારે પરપ્રાંતીયોની અસર જો વધુ થઈ તો, લાંબા સમય સુધી કોઈ કામદારો પરત નહિ ફરે. અને તો ગુજરાતીઓનો વેપારધંધો પડી ભાંગે તેવા અણસારો હાલ તો દેખાઈ રહ્યાં છે. 

Oct 9, 2018, 01:16 PM IST

પરપ્રાંતીય પરના હુમલા મામલે આરોપ લગાવાતાં અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા, કહ્યું- આ મારૂ કામ નથી

પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા. 

Oct 9, 2018, 12:31 PM IST

રેપિસ્ટની માતાએ કરી અપીલ, 'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'

ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.

Oct 9, 2018, 10:55 AM IST