શક્તિસિંહ ગોહિલે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે માગ્યો જવાબ
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
અમદાવાદ: કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે. આગામી બે અઠવાડિયામાં ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. CM રૂપાણીએ પરપ્રાંતીયો પર હુમલા અંગે શકિતસિંહનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઇને શકિતસિંહે CM રૂપાણીને લીગલ નોટિસ પાઠવી છે.
CMએ એક નિવેદનમાં પરપ્રાંતીયો પર હુમલા અંગે અલ્પેશ ઠાકોર અને શકિતસિંહ ગોહિલને જવાબદાર ઠેરવ્યા હતા. એક વર્તમાન પત્રનો હવાલો આપીને આ મામલે શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ પાઠવી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. શક્તિસિંહે આ પત્ર સાથે પરપ્રાંતીયો પર વિશે ઉશ્કેરી જનક વાક્યો બોલતા ભાજપના નેતાઓના નિવેદન પણ એટેચ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે