પરીક્ષા રદ

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં આજે IITE ની એક્ઝામ લેવાઈ

કોરોના મહામારીમાં રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષા રદ કરાઈ હતી. તો અનલોક3 માં અનેક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વિવાદ બાદ પ્રથમ વખત રાજ્યભરમાં આજે IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ 5 સેન્ટરો પર IITE ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય ખાતે તમામ તકેદારી સાથે પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરેક પરીક્ષાર્થીને માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક બ્લોકમાં 12 પરિક્ષાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે. 

Aug 2, 2020, 11:36 AM IST

GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. MCQ ફોર્મેટમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. 

Jul 9, 2020, 02:13 PM IST

કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે

 આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

Jul 1, 2020, 03:40 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે.

Jun 24, 2020, 01:42 PM IST

શિક્ષણ બોર્ડનો મોટો ખુલાસો, ગુજકેટ અને NEET મામલે ફરતી થયેલી પ્રેસનોટ ખોટી છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર ખોટી અખબારી યાદી બોર્ડના નામે પ્રસિદ્ધ કરવા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા રદ કરવામાં આવી અને NEETની પરીક્ષા પણ નહિ લેવામાં આવે તેવી માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી ભરતી કરવાનો મામલામાં બોર્ડે ખુલાસો કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, આવી કોઈ પ્રેસનોટ માધ્યમિક શિક્ષણ બોર્ડે બહાર પાડી નથી. આ પ્રેસનોટ સાવ ખોટી છે.

Jun 14, 2020, 08:59 AM IST
Know What To Say Surat Students About PGVCL And DGVCL Exam Cancellation PT5M18S

PGVCL અને DGVCL પરીક્ષા રદ થવા અંગે જાણો સુરતવાસીઓનું શું કહેવું છે

કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેપ ની ઘટના ને લઈ વિવાસપદ નિવેદન આપવામાં આવતા સમગ્ર દેશ ના લોકોમાં અને ખાસ કરી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી ના આવા નિવેદન ને લઈ સુરતમાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રેપ ની ઘટના માં કોઈ પણ પ્રકાર ની રાજનીતિ થવી ન જોઈએ. આવી ઘટનાઓમાં સૌ કોઈએ એક થઈ આરોપી ને 21 દિવસ માં સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી પણ માંગવી જોઈએ.

Dec 14, 2019, 03:25 PM IST
What To Say Candidate About PGVCL And DGVCL Exam Cancellation PT8M42S

વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા અંગે જાણો ઉમેદવારોનું શું કહેવું છે

સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

Dec 14, 2019, 03:25 PM IST
Nitin Patel statement on exam cancellation PT4M40S

બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે નીતિન પટેલનો ચોંકાવનારો પ્રતિભાવ

બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પરીક્ષા રદ થવા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કંઈ ખબર જ નથી. અરવલ્લી ગયેલા નીતિન પટેલને જ્યારે પરીક્ષા રદ અંગે અને શૈક્ષેણિક લાયકાત અંગે સવાલ કરવામાં આવ્યા તો તેઓને કંઈ ખબર જ નથી તેવા જવાબો આપ્યા હતા.

Oct 12, 2019, 02:45 PM IST