યુવતીનો પ્રેમ આંધળો નીકળ્યો, પિતરાઈ સાથે કરી બેસી પ્રેમ

પ્રેમ આંધળો હોય છે તેવુ વારંવાર પુરવાર થયુ છે. અભયમ હેલ્પલાઈન પાસે હવે એવા કિસ્સા આવી રહ્યા છે, જેમાં પ્રેમમાં ગુમરાહ થઈ રહેલા જુવાનીઓ આડે રસ્તે જતા રહે છે. આવા જુનાનીયાઓને પાટે લાવવા માટે અભયમની ટીમ મહત્વની કામગીરી કરી રહી છે. આવો જ કિસ્સો ગોધરામાં સામે આવ્યો છે. ગોધરામાં એક યુવતીને તેના પિતરાઈ સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જેના પ્રેમમાં આંધળી બનીને તે આપઘાત કરવા નીકળી ગઈ હતી.

Updated By: Oct 25, 2021, 08:22 AM IST
યુવતીનો પ્રેમ આંધળો નીકળ્યો, પિતરાઈ સાથે કરી બેસી પ્રેમ

ઝી મીડિયા/બ્યૂરો :પ્રેમ આંધળો હોય છે તેવુ વારંવાર પુરવાર થયુ છે. અભયમ હેલ્પલાઈન પાસે હવે એવા કિસ્સા આવી રહ્યા છે, જેમાં પ્રેમમાં ગુમરાહ થઈ રહેલા જુવાનીઓ આડે રસ્તે જતા રહે છે. આવા જુનાનીયાઓને પાટે લાવવા માટે અભયમની ટીમ મહત્વની કામગીરી કરી રહી છે. આવો જ કિસ્સો ગોધરામાં સામે આવ્યો છે. ગોધરામાં એક યુવતીને તેના પિતરાઈ સાથે જ પ્રેમ થઈ ગયો હતો. જેના પ્રેમમાં આંધળી બનીને તે આપઘાત કરવા નીકળી ગઈ હતી.

કિસ્સા પર એક નજર કરીએ તો, પંચમહાલમાં રહેતા એક માતાએ અભયમ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. માતાએ રડમસ ચહેરે અભયમની આપવીતી જણાવી હતી કે, તેમની યુવાન દીકરી પરિવારના જ પિતરાઈ ભાઈ સાથે પ્રેમમાં પડી છે. તે પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાની જીદે ચઢી છે. અમે તેને સમજાવતા તેણે આપઘાત કરવાની ચીમકી આપી છે. એકવાર તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અમે માંડ માંડ તેને સમજાવી હતી. પરંતુ હજી પણ તે સમજતી નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેસેલી પાર્ટીને હાર્દિકનો હુંકાર, ‘કૌરવોનું લશ્કર મોટુ છે, પાંડવો ઓછા છે’

માતાની અપીલ પર અભયમ હેલ્પલાઈનની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. તેમણે યુવતીનું કાઉન્સેલિંગ કર્યુ હતું. તેમણે યુવતીની સમજાવ્યુ હતું કે, પ્રેમમાં આ રીતે જીદ ન કરાય. આખરે યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી. સાથે જ તેણે આત્મહત્યા ન કરવા માટે પણ ખાતરી આપી હતી. 

યુવતીને પિતરાઈ સાથે થયો હતો પ્રેમ
યુવતીને તેનો પિતરાઈ ભાઈ ગમવા લાગ્યો હતો. જેથી તેણે પિતરાઈ સાથે ફોન પર વાત કરવાની શરૂઆત કરી હતી. આ બાદ તે પિતરાઈના પ્રેમમાં એવી પડી કે તેણે લગ્ન કરવાની જીદ પકડી હતી. પરંતુ માતાપિતા તેની આ જીદ પૂરી કરી શકે તેમ ન હતા. માતાપિતાએ ના પાડવા છતા યુવતી પોતાની જીદ પડ અડી રહી હતી. આખરે માતાપિતાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.