રાખી સાવંતની સ્ટ્રગલ જાણીને આંખમાંથી આસું આવી જશે, 50 રૂપિયા માટે કર્યુ હતું એવુ કામ...

રાખી સાવંતને મનોરંજનની દુનિયાનુ મહત્વની સેલિબ્રિટી ગણવામાં આવે છે. તે લોકોનુ મનોરંજન કરવામા એટલી માહેર છે કે, બિગબોસમાં દર વર્ષે તેની એન્ટ્રી લગભગ નક્કી જ હોય છે. પરંતુ આજની ફેમસ એક્ટ્રેસને પહેલા અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.
રાખી સાવંતની સ્ટ્રગલ જાણીને આંખમાંથી આસું આવી જશે, 50 રૂપિયા માટે કર્યુ હતું એવુ કામ...

ઝી મીડિયા/બ્યૂરો :રાખી સાવંતને મનોરંજનની દુનિયાનુ મહત્વની સેલિબ્રિટી ગણવામાં આવે છે. તે લોકોનુ મનોરંજન કરવામા એટલી માહેર છે કે, બિગબોસમાં દર વર્ષે તેની એન્ટ્રી લગભગ નક્કી જ હોય છે. પરંતુ આજની ફેમસ એક્ટ્રેસને પહેલા અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.

હંમેશા ચર્ચામાં રહે છે રાખી
બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં રાખી એવી એક્ટ્રેસ છે, જેને લોકો ડ્રામા કવીનના નામથી ઓળખે છે. તેનો અંદાજ એવો છે કે જ્યા જાય છે ત્યા માહોલ બની જાય છે. એકટ્રેસ પોતાના અતરંગી નિવેદનોને લઈને ચર્ચામા રહે છે. આ કારણે જ તેનુ નામ ડ્રામા ક્વીન રાખવામા આવ્યુ છે. ફરી એકવાર રાખી પોતાના જૂના દિવસોને કારણે ચર્ચામાં આવી છે. જેને સાંભળીને દંગ રહી જવાય. એક સમયે તેને ખાવાના ફાંફા પડી રહ્યા હતા. જેને કારણે તેને એવુ કામ કરવુ પડ્યુ હતુ જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે.

રાખી સાવંતનો ખુલાસો
રાખી સાવંત સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તે રોજબરોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. જેને ફેન્સ બહુ જ પસંદ કરે છે. ફેન્સ તેમની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ્સ પણ કરે છે. એક્ટ્રેસે થોડા સમય પહેલા પોતાના જીવનને લઈને એક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, તેણે માત્ર 50 રૂપિયા માટે જમવાનુ પિરસવાનુ કામ કર્યુ હતુ. તેમણે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના લગ્નમાં 50 રૂપિયા માટે ખાવાનુ પરોસવાનુ કામ કર્યુ હતું. તેમણે આ કામ રૂપિયાની તંગીને કારણે કર્યુ હતું. તે સમયે એક્ટ્રેસની પાસે ન તો કામ હતુ, ન તો તેમની પાસે રૂપિયા હતા. જેને કારણે આવા કામ કરવા પડ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news