મા ઉમિયા News

જર્મનીના આર્કિટેક્ટ દ્વારા તૈયાર થશે મા ઉમિયાનું ભવ્ય મંદિર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. તો જર્મનીના ફેમસ આર્કિટેક્ટ દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ પર 30 જેટલા આર્કિટેક્ટ કામ કરી રહ્યાં છે.
Feb 29,2020, 13:15 PM IST
વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મા ઉમિયાના મંદિરનું આજે શિલાન્યાસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં પ્રસાદ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુલ 75 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે, 20 હજાર લીટર દાળ પણ તૈયાર કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી રહી છે.
Feb 29,2020, 10:40 AM IST

Trending news