રક્તદાન

અમદાવાદ : કોરોનાની કટોકટીમાં મદદે આવી ઈન્ડિયન આર્મી

કોવિડ-19 (corona virus) મહામારીના કારણે હાલમાં ઉભા થયેલા કટોકટીના આ સમયગાળામાં નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ભારતીય સૈન્ય (Indian Army) એ મોટી કામગીરી કરી છે. અમદાવાદ ખાતે સિવિલ મેડિકલ ઓથોરિટીની વિનંતીના પગલે ‘રક્તદાન શિબિર’નું આયોજન કર્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુશન વિભાગની વિનંતી પર ઝડપથી કામગીરી કરીને 3 એપ્રિલ થી 11 એપ્રિલ 2020 દરમિયાન અમદાવાદમાં આવેલી મિલિટરી હોસ્પિટલ ખાતે રક્તદાન (blood donation) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Apr 4, 2020, 08:11 AM IST

delhi riots: હિંસામાં સળગી દિલ્હી, જીવ બચાવવા 1500 જવાનોએ કર્યું રક્તદાન

સીઆરપીએફના જવાનોએ જીટીબી હોસ્પિટલ પહોંચીને રક્તદાન કર્યું છે જેથી હોસ્પિટલમાં લોહી ઘટે નહીં. અહીં દિલ્હી હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. 

Feb 27, 2020, 07:35 PM IST
Vadodara Young People Made Group For Blood Donation PT3M6S

વડોદરાના યુવાનોએ રક્તદાન માટે બનાવ્યું સોશીયલ મીડિયા ગ્રુપ, આ રીતે થાય છે કામ

21મી સદીના યુગમાં સોશિયલ મીડીયાનો મોટાભાગે લોકો દુરુપયોગ કરતા હોય છે ત્યારે વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા ત્રણ યુવાનો સોશિયલ મીડીયાનો એવી રીતે ઉપયોગ કરી રહ્યા છે કે જેનાથી લોકોને નવું જીવન દાન મળી રહ્યુ છે

May 5, 2019, 04:05 PM IST

રાજપીપળાના 6 યુવાનોએ રક્તદાનને બનાવ્યું ‘વ્યસન’

 આમ તો આજના યુવાનો ભણતરને બાદ કરતાં પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં અને હરવા ફરવામાં પસાર કરતા હોય છે. પણ બહુ ઓછા યુવાનો એવું સમજ છે કે, યુવાનીમાં મોજ-મસ્તીની સાથે સેવાકાર્યની ખુમારી રાખશો તો માન અને મોભો સામે ચાલીને તમારા આંગણે આવીને આવશે. અહીં વાત છે રાજપીપળાના એ 6 યુવાનોની જેમણે પોતાના યુવાની કાળમાં મોજ-મસ્તી તો કરી, પણ સાથે સાથે એવું સેવાભાવી કાર્ય કર્યું જેનાથી લોકોનો કિંમતી જીવ બચી શક્યા. આ યુવાનોએ નિયમિત સમયે રક્તદાન કરવાનું નક્કી કર્યું અને એ રક્તદાનને પોતાનું વ્યસન બનાવી દીધું. એમના આ જ વ્યસનને લીધે કેટલાયે લોકોના જીવ પણ બચ્યા છે.  આ લોકો છે ઉરેશ પરીખ, કંદર્પ જાની, નિમેશ પંડ્યા, જયેશ પંચોલી, વિશાલ પાઠક અને ઉત્પલ પટવારી....

Feb 5, 2019, 10:35 AM IST