અમદાવાદ : કોરોનાની કટોકટીમાં મદદે આવી ઈન્ડિયન આર્મી

કોવિડ-19 (corona virus) મહામારીના કારણે હાલમાં ઉભા થયેલા કટોકટીના આ સમયગાળામાં નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ભારતીય સૈન્ય (Indian Army) એ મોટી કામગીરી કરી છે. અમદાવાદ ખાતે સિવિલ મેડિકલ ઓથોરિટીની વિનંતીના પગલે ‘રક્તદાન શિબિર’નું આયોજન કર્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુશન વિભાગની વિનંતી પર ઝડપથી કામગીરી કરીને 3 એપ્રિલ થી 11 એપ્રિલ 2020 દરમિયાન અમદાવાદમાં આવેલી મિલિટરી હોસ્પિટલ ખાતે રક્તદાન (blood donation) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Updated By: Apr 4, 2020, 08:11 AM IST
અમદાવાદ : કોરોનાની કટોકટીમાં મદદે આવી ઈન્ડિયન આર્મી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોવિડ-19 (corona virus) મહામારીના કારણે હાલમાં ઉભા થયેલા કટોકટીના આ સમયગાળામાં નાગરિક વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ભારતીય સૈન્ય (Indian Army) એ મોટી કામગીરી કરી છે. અમદાવાદ ખાતે સિવિલ મેડિકલ ઓથોરિટીની વિનંતીના પગલે ‘રક્તદાન શિબિર’નું આયોજન કર્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુશન વિભાગની વિનંતી પર ઝડપથી કામગીરી કરીને 3 એપ્રિલ થી 11 એપ્રિલ 2020 દરમિયાન અમદાવાદમાં આવેલી મિલિટરી હોસ્પિટલ ખાતે રક્તદાન (blood donation) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર : નવા 2 કેસમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું, એક જ પરિવારની 2 મહિલા

હંમેશા પોતાની જાત કરતા પણ વધુ પોતાની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ રહેતા જવાનોએ સ્વૈચ્છિક રીતે આ શિબિરમાં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં સૈન્યના જવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેવા આપી રહેલા 100થી વધુ જવાનોએ અહીં સ્વૈચ્છિક રક્તદાન કરીને ‘સ્વ જાત પહેલાં સેવા’ની ભારતીય સૈન્યની પરંપરાને ખૂબ જ સારી રીતે આગળ ધપાવી હતી.

Lockdown Stories: રાશન ન મળતા ખાલી હાથે જનારાઓના આ કિસ્સા વાંચી આંખમાં પાણી આવી જશે 

રાષ્ટ્ર નિર્માણની તમામ પ્રવૃત્તિઓમાં અને કુદરતી આપત્તિની સ્થિતિમાં સૈન્ય હંમેશા અગ્રેસર રહે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે સૈન્ય દ્વારા રાષ્ટ્રને તમામ પ્રકારે મદદ કરવામાં આવે છે. આવા જ રક્તદાન શિબિરનું આયોજન 01 થી 04 એપ્રિલ 2020 દરમિયાન જામનગર ખાતે પણ કરવામાં આવ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં જવાનોએ રક્તદાન કરીને કોરોના દર્દીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર