સલૂન News

Lockdown ખુલતાની સાથે સલૂન જવાનું તો ભૂલેચૂકે ન વિચારતા, નહીં તો ભારે પડી જશે
લોકડાઉન ખુલ્યા બાદ જો તમે સૌથી પહેલા સલૂન જવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આમ કરવું તમારા માટે કોરોના વાયરસને આમંત્રણ આપવા જેવું બની શકે છે. કેન્દ્ર સરકારે હાલ સલૂન ખોલવા પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ મધ્ય પ્રદેશમાં નિયમોને નેવે મૂકીને સલૂન ખોલાયા હતાં. તમને જાણીને આઘાત લાગશે કે પ્રદેશમાં સલૂનના માધ્યમથી નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ તો ફેલાયું પરંતુ સાથે સાથે પોલીસકર્મીઓ પણ તેની ઝપેટમાં આવી ગયાં. વાત જાણે એમ છે કે જબલપુરમાં સલૂન સ્ટાફના કારણે પાંચ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં. આ પાંચેય પોલીસકર્મીઓએ પોલીસ વિભાગના જ બાર્બર પાસે શેવિંગ કરાવી હતી. 
Apr 30,2020, 13:38 PM IST

Trending news