ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર; આજે પસંદગીના માપદંડ નક્કી કરાશે!

ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે, જેમાં જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.

ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર; આજે પસંદગીના માપદંડ નક્કી કરાશે!

Gujarat Poltiics: ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મંડળ બાદ શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળવાની છે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.

નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે
ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહ્ત્વની બેઠક મળશે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકને લઈને મંથન કરવામાં આવશે. મંડળ પ્રમુખોની નિમણુંકો બાદ હવે જિલ્લા અને શહેરો પ્રમુખો નિમાશે. જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડો નક્કી થશે. નિયુક્ત કરાયેલ સંગઠનના ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે.

અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા
ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ પહેલા પણ બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી. સાથે જ પાર્ટીનો સભ્ય હોય અને કામ કરતા હોય તેને પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના અપાઈ.  

45 વર્ષની વય મર્યાદાને લઈને થયેલા વિવાદ પર ચર્ચા!
ભાજપનાં મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વય મર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ખાસ સૂચના આપી. તેમણે કહ્યું કે, 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી તેને સેન્ટ્રીક મુદ્દો ન બનાવો. સાથે જ સક્રિય સભ્ય બાબતે પણ વ્યવહારુ રહેવા સૂચન કરાયું છે. તેમણે કહ્યું કે, પાર્ટીનો સભ્ય હોવો જરૂરી છે, કામ કરતો હોય તો તેને પ્રાથમિકતા આપવી. 

ત્યારે પ્રદેશ ભાજપના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું કે, આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરફથી માર્ગદર્શન મળ્યું. નવા પ્રમુખોની ઉંમર 60 થી વધુ ન હોવી જોઈએ એ નક્કી કરાયું છે. હવે રાષ્ટ્રીય કાર્યાલયે આવતીકાલે બેઠક મળશે, એમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તો બીજી તરફ, ઉમરેઠ ધારાસભ્યના લેટર મામલે ભાજપનું મૌન જોવા મળ્યું. 

કમલમમાં ખાસ બેઠક 
અગાઉની કમલમમાં બેઠક પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચા કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ ઉપરાંત સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, વર્તમાન જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના 580 મંડળમાંથી 512 મંડળોના પ્રમુખ નિમાઈ ચૂક્યા છે. હવે મંડળ પ્રમુખ બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news