સુરતની કોવિડ હોસ્પિટલ પર રખાશે બાજ નજર, 30 સીસીટીવી લગાવાયા

સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચુકી છે, તો અત્યાર સુધી 151 લોકોના મૃત્યુ પણ થયા છે. 

સુરતની કોવિડ હોસ્પિટલ પર રખાશે બાજ નજર, 30 સીસીટીવી લગાવાયા

ચેતન પટેલ/સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. હવે અમદાવાદ બાદ અચાનક સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચુકી છે, તો અત્યાર સુધી 151 લોકોના મૃત્યુ પણ થયા છે. આ સાથે કુલ 2732 દર્દીઓ સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં દરરોજ 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સુરતની કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. 

કેમેરાથી રખાશે હોસ્પિટલ પર નજર
સુરતની કોવિડ હોસ્પિટલમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ કેમેરાથી હોસ્પિટલની સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે, સુરતની કોવિડ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ કેમેરાને મુખ્યમંત્રીની ઓફિસ સાથે પણ કનેક્ટ કરવામાં આવશે. ક્રિટિકલ, સેમી ક્રિટિકલ, આઈસીયૂ સહિતના વિભાગોમાં કેમેરા લગાડવામાં આવ્યા છે. 

સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ બંધ
શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સુરત કાપડ માર્કેટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રહેશે. આ સાથે જે કોઈ વેપારી બહારથી આવશે તો તેણે ફરજીયાત 14 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news