વડોદરા પોલીસ બની હાઇટેક, આઇ સોફ્ટવેરની મદદથી આરોપીને શોધશે

રાજ્યમાં પ્રથમ વખત આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસે આઈ ફેશિયલ રેકગનાઇઝ સોફ્ટવેર વિકસાવ્યું છે. જે સોફ્ટવેરનો પોલીસે સફળ પ્રયોગ પણ કર્યો છે. સોફ્ટવેરથી આરોપીને શોધવામાં પોલીસને મદદ મળશે.

Updated By: Aug 3, 2020, 02:37 PM IST
વડોદરા પોલીસ બની હાઇટેક, આઇ સોફ્ટવેરની મદદથી આરોપીને શોધશે

રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં પ્રથમ વખત આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસે આઈ ફેશિયલ રેકગનાઇઝ સોફ્ટવેર વિકસાવ્યું છે. જે સોફ્ટવેરનો પોલીસે સફળ પ્રયોગ પણ કર્યો છે. સોફ્ટવેરથી આરોપીને શોધવામાં પોલીસને મદદ મળશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને વડોદરા પોલીસે મળીને રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આઈ ફેસિયલ રેકગનાઇઝ સોફ્ટવેરનો સફળ પ્રયોગ કર્યો છે. જે સોફ્ટવેરની મદદથી વડોદરા પોલીસ દેશભરના કુખ્યાત આરોપીઓ પર બાજ નજર રાખી શકશે.

વડોદરાના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં જો કોઈ કુખ્યાત આરોપી દેખાશે, તો તે પોલીસ કંટ્રોલ રૂમમાં લાગેલી સ્ક્રીન પર એલર્ટ આપશે. જેનાથી કંટ્રોલ રૂમમાં બેસેલા કર્મચારી જે તે પોલીસ સ્ટેશનને જાણ કરશે. જેથી આરોપીને પોલીસ સહેલાઈથી પકડી શકશે. 

મહત્વની વાત છે કે આઈ સોફ્ટવેર માત્ર આરોપીને પકડવા માટે નહિ પરંતુ કોઈ વ્યક્તિ ગુમ થઈ હશે અથવા કોઈ ચેન સનેચિંગ કે લૂંટની ઘટના બનશે તો તેમાં પણ પોલીસ ને મદદરૂપ થશે. આઈ સોફ્ટવેરમાં માત્ર રાજ્ય નહિ, પરંતુ દેશભરના લાખો આરોપીઓનો ડેટા નાખવામા આવશે. જેથી દેશભરના આરોપીઓ પકડી શકાશે.

હાલમાં વડોદરામાં 650 સીસીટીવી કેમેરા લાગેલા છે, બાદમાં વધુ 1300 સીસીટીવી કેમેરા લાગશે. જેનાથી 415 સીસીટીવી કેમેરા જે સંવેદનશીલ વિસ્તારોમાં લાગેલા છે તે આઈ સોફ્ટવેર થી કનેક્ટ કરાશે. ડીસીપી સંદીપ ચૌધરીએ કહ્યું કે સોફ્ટવેરનો વડોદરામાં સફળ પ્રયોગ થતાં આગામી દિવસોમાં રાજ્યભરમાં સોફ્ટવેરનો ઉપયોગ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર