સુબ્રમણ્યમ સ્વામી

Sushant Case: સ્વામીની એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, એમ્સની ટીમ પર કર્યા સણસણતા સવાલ

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) એ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. 

Oct 14, 2020, 02:17 PM IST

સુબ્રમણ્યમ સ્વામીએ Sushant ની એમ્સ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઇને આપ્યું મોટું નિવેદન

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, આત્મહત્યા હતી કે હત્યા, કારણ કે હોસ્પિટલની પાસે ક્યારેય તેમની લાશ ન હતી.

Sep 2, 2020, 10:50 PM IST

સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવી JEE અને NEET પરીક્ષા રદ કરવાની માંગ, PM મોદીને લખ્યો પત્ર

આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' ને જેઇઇ અને નીટ પરીક્ષાને દિવાળી બાદ આયોજિત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સ્વામીએ પીએમ મોદીને એક અર્જન્ટ પત્ર પણ લખ્યો છે. 

Aug 21, 2020, 10:12 PM IST

Sushant Singh Case: સુબ્રમણ્યમ સ્વામીએ વ્યક્ત કરી આશંકા, કહ્યું- સીબીઆઈ આ લોકોની કરે પૂછપરછ

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે સીબીઆઈ પાસે કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવાને લઈને સોશિયલ મીડિયા પર માગ કરી છે.
 

Aug 11, 2020, 11:16 AM IST

Sushant Suicide Case: સુબ્રમણ્યમ સ્વામી બોલ્યા- 'એમ્બ્યુલન્સમાં સુશાંતનો પગ વળેલો હતો'

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સીબીઆઇ (CBI)ને કૂપર હોસ્પિટલના તે પાંચ ડોક્ટરો સાથે પૂછપરછ કરવી જોઇએ જેમણે સુશાંતની લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. અહીંથી તેમને જરૂર કોઇ નક્કર પુરાવા મળશે. 

Aug 10, 2020, 08:23 PM IST

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા, જણાવ્યાં 26 મોટા કારણ

હવે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને હત્યા ગણાવી છે. તેમણે તેના 26 કારણો પણ જણાવી દીધા છે.

Jul 30, 2020, 10:50 AM IST

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકારઃ સુબ્રમણ્યમ સ્વામી

ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન  (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી  (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ. 

Jul 21, 2020, 10:16 AM IST

સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ

Sushant Singh Rajput ના કેસમાં સીબીઆઈ તપાસની માગ થઈ રહી છે. હવે ભાજના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે. 

Jul 16, 2020, 12:02 PM IST

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના નાથ બને, તો કોરોનાને રોકી શકાશે...

ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ગુજરાતના સૌથી વધુ કેસ થયા છે, અને સાથે જ મોત પણ. તો ગુજરાતમાં મોતનો આંકડો પણ 449 થઈ ગયો છે. જ્યારે કે સંક્રમિત લોકોની સંખ્યા 7400ને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસથી વધતા મોતને ત્યારે જ રોકી શકાય છે, જ્યારે પ્રદેશમાં આનંદીબેન પટેલ (Anandiben Patel) ફરીથી મુખ્યમંત્રી બને. 

May 8, 2020, 10:21 PM IST

GST 21મી સદીનું સૌથી મોટું ગાંડપણઃ સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વસ્તુ તથા સેવા કર 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે અને પીવી નરસિંહ રાવે આર્થિક સુધારા માટે જે કામ કર્યું, તેને કઈ આગળ વધારી શક્યું નથી. 

Feb 19, 2020, 10:47 PM IST

દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો 

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2020) અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે. 

Feb 8, 2020, 02:09 PM IST

#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશખુશાલ

દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં. 

Feb 8, 2020, 10:28 AM IST

શાહીનબાગનાં કારણે ન માત્ર દિલ્હી પરંતુ સમગ્ર દેશ બદનામ થઇ રહ્યો છે: સ્વામી

રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આજે સુરતની મુલાકાતે હતા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશનમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યાં શાહીનબાગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં લોકો હેરાન અને પરેશાન છે. આટલી હદે ટ્રાફિક જામ થઈ ગયું છે. આવા લોકોને દિલ્હીમાં આવેલા તુગલકાબાદના મેદાનમાં એક તંબુ બનાવી આવા લોકોને બંધ કરી દેવા જોઈએ.

Jan 25, 2020, 08:15 PM IST

DSP દેવિન્દર સિંહ કેસ: NIA તપાસ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ, BJPએ આપ્યો જડબાતોડ જવાબ

આતંકીઓને મદદ કરવાના આરોપમાં જમ્મુ અને કાશ્મીરથી ધરપકડ કરાયેલા DSP દેવિન્દર સિંહને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું.

Jan 17, 2020, 03:16 PM IST

JNUના મુદ્દે સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, જેએનયુને બે વર્ષ માટે બંધ કરી દેવી જોઇએ

ભારત એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય ધાર્મિક અત્યાચારમાં સંલગ્ન થયો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિએ અન્ય કોઇપણ સંસ્કૃતિની સરખામણીએ સ્ત્રીઓ સાથે વધુ સારી રીતે વ્યવહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જૂનાગઢથી દિબ્રુગઢ સુધી તમામ ભારતીયો સમાન છે અને એક જ ડીએનએ ધરાવે છે.

Jan 12, 2020, 08:48 AM IST
subramanian swamy in ahmedabad today speaks on JNU Issue watch video zee 24 kalak PT1M20S

BJPના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદમાં, JNU વિવાદ પર આપ્યું નિવેદન

બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે આજે ઇન્ડસ યુનીવર્સીટી માં તેમના લેકચર નું આયોજન કરવામાં આવ્યું છે તે માટે તે આવ્યા છે તેમને Jnuમાં ચાલી રહેલા વિરોધ મામલે પણ તેમણે નિવેદન આપ્યું.

Jan 10, 2020, 12:10 PM IST

સુબ્રમણ્યમ સ્માવીનો ચોંકવનારો દાવો, 'મુંબઈ 26/11 હુમલાની પાછળ UPA અને પાકિસ્તાન'

સ્વામીએ કહ્યું કે, તેમાં કોંગ્રેસના ચાર ટોપ લીટર સામેલ હતા. 

Dec 27, 2019, 04:40 PM IST

આ મહિનાથી ચાલુ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય: સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામી (Subramanian Swamy) અયોધ્યામાં બે દિવસીય મુલાકાતે છે

Sep 15, 2019, 10:19 PM IST

પાકિસ્તાન જો એરસ્પેસ બંધ કરે તો આપણે સમુદ્રી રસ્તો બંધ કરવો જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું કે જો પાકિસ્તાન ભારતીય વિમાનો માટે પોતાનો એર સ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ જનારા સમુદ્રી જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર થવા દેવા જોઈએ નહીં. 

Aug 29, 2019, 07:36 AM IST

કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.

Jul 13, 2019, 09:11 AM IST