સારાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરનો ચર્ચિત VIDEO પણ NCBના રડારમાં 

રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય ચાર મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં જાણે હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે. જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે  કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે. 
સારાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરનો ચર્ચિત VIDEO પણ NCBના રડારમાં 

મુંબઈ: રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય ચાર મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં જાણે હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે. જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે  કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે. 

રિયાનો ધડાકો, બોલિવૂડના 80 ટકા સ્ટાર્સ લે છે ડ્રગ્સ!
સૂત્રોના જણાવ્યાં મુજબ રિયાએ NCBને એવું પણ કહ્યું છે કે બોલિવૂડના 80 ટકા સ્ટાર્સ ડ્રગ્સ લે છે. તેના નિવેદન બાદ હવે કરણ જોહરે 2019માં પોસ્ટ કરેલા વીડિયો અંગે પણ હવે એજન્સી તપાસ કરશે. આ વીડિયોમાં અનેક ખ્યાતનામ કલાકારો જેમ કે વિકી કૌશલ, દીપિકા પાદૂકોણ, રણબીર કપૂર, શાહિદ કપૂર, મલાઈકા અરોરા ખાન, અર્જૂન કપૂર, વરુણ ધવન વગેરે જોવા મળ્યા હતાં અને તે એક રેવ પાર્ટી હોવાનો દાવો થયો હતો. 

MLA accuses Deepika Padukone, Ranbir Kapoor, Vicky Kaushal of doing drugs  at Karan Johar's house party; Milind Deora debunks claims | People News | Zee  News

સારા અને રિયા બંનેની મિત્રતામાં 'સારા-સુશાંતે' પાડ્યો ડખો!
રિયા અને સારા બંને સારા મિત્રો હતા એવું કહેવાય છે. સારાની બર્થડે પાર્ટીમાં કે જે ઓગસ્ટ 2018માં હતી તેમાં રિયા પણ આમંત્રિત હતી. એ જ વર્ષે સારાએ કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.  રિયા, સારા અને રકુલ પ્રીત સિંહ સારા મિત્રો હોવાની સાથે જીમમાં પણ સાથે જતા હતાં. 2018માં કેદારનાથના શૂટિંગ દરમિયાન સારા અને સુશાંત વચ્ચે નીકટતા કેળવાઈ અને રિયાએ આરોપ મૂક્યો કે 'કેદારનાથ'માં કામ કર્યા બાદ સુશાંતે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. રિયાએ એવો પણ દાવો કર્યો કે સારા કથિત ડ્રગ પાર્ટીઓ માટે પવાના ફાર્મ હાઉસ ઉપર પણ જતી હતી. 

સુશાંત સારાનું બ્રેક અપ
સુશાંત સિંહ રાજપૂતના એક મિત્રની હાલની સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે સારા અલી ખાને સુશાંતને ફેબ્રુઆરી 2019માં તેની ફિલ્મ સોનચિડિયા ફ્લોપ જતા ડમ્પ કર્યો હતો. 

Sushant-Sara break up

મહિના પછી રિયાએ સુશાંતને ડેટિંગ કરવાનું શરૂ કર્યું
માર્ચ 2019માં રિયા સુશાંતને એક પાર્ટીમાં મળી હતી અને ત્યારબાદ બંને વચ્ચે નીકટતા થવા માડી. એટલે સુધી કે રિયાએ સુશાંત સાથે રહેવાનું શરૂ કરી દીધુ. રિપોર્ટ્સ એવા પણ હતાં કે સુશાંત તેની સાથે લગ્ન કરવાનો હતો. રિયાએ જો કે સુશાંત સાથે 12 જૂન 2020ના રોજ બ્રેકઅપ કરી લીધુ. ત્યારબાદ સુશાંત રહસ્યમય સંજોગોમાં 14 જૂન 2020ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. 

Rhea starts dating Sushant a month later

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news