UP: પહેલા કમલેશ તિવારી અને હવે રણજીત બચ્ચન, લખનઉમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષની ઘાતકી હત્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ. 

UP: પહેલા કમલેશ તિવારી અને હવે રણજીત બચ્ચન, લખનઉમાં હિન્દુ મહાસભાના અધ્યક્ષની ઘાતકી હત્યા

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ. 

બાઈક સવાર બદમાશોએ રણજીતના માથામાં ગોળી મારી જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. ઘટનાની સૂચના મળતા જ લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને રણજીત બચ્ચનના મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. 

જુઓ LIVE TV

પોલીસ હત્યારાઓની શોધમાં છે. રણજીત બચ્ચન હજરતગંજના ઓસીઆર બિલ્ડિંગમાં રહેતા હતાં અને તેઓ મૂળ ગોરખપુરના રહીશ હતાં. અત્રે જણાવવાનું કે ગત વર્ષે ઓક્ટોબરમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની પણ તેમની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી દેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news