1 august news News

કોરોનાને દૂર કરવા અમદાવાદમાં તૈયાર કરાયું આર્યુવેદિક સ્ટીમ બાથ
કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આવામાં અનેક ભારતીયો યોગ, આર્યુવેદ જેવા ઉપચારોનો સહારો લઈ રહ્યાં છે. જેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ વિકસે અને કોરોનાને દૂર પણ રાખી શકાય. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહીશોએ અનોખો ઉપાય શરૂ કર્યો છે. એપાર્ટમેન્ટના રહીશોએ ઉટવા ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલની સાથે મળીને એક સ્ટીમ બાથ શરૂ કર્યું છે, જેમાં ઘરના રસોડામાં વપરાતી 17 ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી અનોખું મશીન તૈયાર કરાયું છે. અત્યાર સુધી 1000 જેટલા લોકોએ આ સ્ટીમ બાથનો લાભ લીધો છે. સાથે જ સ્ટીમ બાથ લીધા પછી તેજ સામગ્રીનો ઉકાળો પીવા માટે પણ આપવામાં આવે છે. 
Aug 1,2020, 16:28 PM IST
મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
Aug 1,2020, 16:12 PM IST
સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ
વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 
Aug 1,2020, 15:07 PM IST
ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...
Aug 1,2020, 13:42 PM IST
ડાંગરના રોપણીની તૈયારી છે અને મકાઈનો પાક તૈયાર છે, પણ પંચમહાલના ખેડૂતોને પાણી નથી મળ
Aug 1,2020, 8:19 AM IST

Trending news