સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ

વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 
સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 

ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું... 

વડોદરા એમ એસ યુનિનું સર્વર આજે હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હેકર્સ દ્વારા યુનિવર્સિટીના સર્વરને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જેથી પરીક્ષા સ્થગિત કરાઈ છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવશે. 

વડોદરાની એમએસ યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થવાના મામલામાં વિરોધ કરાયો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર વિરોધ દર્શાવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોના પૂતળાંનું દહન કરાયું હતું. સાયબર એટેક થયો તો વિદ્યાર્થીઓને કેમ જાણ ન કરવામાં આવી તેવો સવાલ સત્તાધીશોને પૂછવામાં આવ્યો છે. 70 ટકા વિદ્યાર્થીઓને હજી સુધી આઇડી પાસવર્ડ મળ્યા ન હોવાનો આરોપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news