11 જૂનના સમાચાર News

ખાનગી હોસ્પિટલોને નીતિન પટેલની કડક શબ્દોમાં ચેતવણી, કોરોનાના દર્દી પાસેથી વધુ ચાર્જ
કોરોનાની ટ્રીટમેન્ટ હવે ખાનગી હોસ્પિટલોમાં પણ શરૂ થઈ છે. પરંતુ ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનફાવે તેમ ચાર્જ વસૂલી રહી છે. આવી ફરિયાદો સતત વધતા નાયબ મુખ્યમંત્રીએ આજે ખાનગી હોસ્પિટલોને ખુલ્લી ચેતવણી આપી છે. ખાનગી હોસ્પિટલો કોરોનાની ટ્રીટમેન્ટ વધારે ચાર્જ વસૂલી રહી છે. આ મુદ્દે તેઓએ કહ્યું કે, કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓથી પાસે ખૂબ મોટી રકમનો ચાર્જ કોરોનાને નામે લે છે. વેન્ટિલેટરનું ભાડું વગેરે વધારે કિંમતો લેતી હોય છે. દર્દીઓ પાસે ખૂબ મોટા પ્રમાણમાં વધારે ચાર્જ લેતી હોય છે તેની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે આવી ખાનગી હોસ્પિટલો કે ચેતવણી આપું છું તેના સંચાલકોને ચેતવણી આપું છું કે, કોઈપણ રીતે દર્દીઓ પાસે વધારાનો ચાર્જ ઊભો કરીને નહીં લઇ શકે. વધારાનો ચાર્જ નહીં લઇ શકે. જો વધારે પડતો ચાર્જ લેવામાં આવશે તો આવી હોસ્પિટલ સામે કડક પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. 
Jun 11,2020, 16:20 PM IST
CAITએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું લાંબુ લિસ્ટ બનાવ્યું, દેશી માસ્ક અને ચાના કપ બ
Jun 11,2020, 14:05 PM IST
ગટરના ગંદા પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ગુજરાતના બે પ્રોફસરોએ શોધી કાઢ્યું
અત્યાર સુધી કોરોના વાયરસ કઈ વસ્તુ પર કેટલા દિવસ જીવંત રહે છે તેની માહિતી આવતી હતી. પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર રિસર્ચ થતું હતું. પરંતુ ગુજરાતના બે પ્રોફેસરોએ અનોખું રિસર્ચ કરીને શોધ્યું છે કે, કોરોના વાયરસ ગંદા પાણીમાં પણ મળી આવ્યો છે. IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમાર અને પ્રોફેસર અરવિંદ પટેલે 51 યુનિવર્સિટીઓ સાથે મળીને રિસર્ચ કર્યું છે. જેમાં આ તમામ સંશોધકોએ નાળાં-વોકળામાં વહેતાં ગંદાં પાણીના ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ ગંદાં પાણીનાં સેમ્પલમાં કોરોના વાઈરસના કણો મળી આવ્યા છે. તો ભારતમાં નાળાંનાં ગંદાં પાણીમાં કોરોના વાઇરસની હાજરી મળી છે. દેશમાં આ પ્રકારનું પહેલું રિસર્ચ સામે આવ્યું છે. 
Jun 11,2020, 12:14 PM IST
અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો
Jun 11,2020, 10:45 AM IST
વડોદરા : 85 દિવસથી બંધ ખંડેરાવ માર્કેટ આજે ખૂલ્યું, દરેક દુકાનની બહાર ગોળ કુંડાળા દો
Jun 11,2020, 10:16 AM IST
24 કલાકમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, પંચમહાલના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડામાં 3
Jun 11,2020, 9:14 AM IST

Trending news