Coronaupdates : ભરૂચમાં 7 અને જામનગરમાં 3 નવા કેસ, વડોદરા જિલ્લામાં શાકભાજીના વેપારીઓ ઝપેટમાં
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કેસના મામલે ગુજરાત રાજ્ય મુંબઈ, દિલ્હી અને તમિલનાડુને લગોલગ આવી ગયું છે. અહીં કોરોના વાયરસના કેસમાં રાફડો ફાટી નીકળ્યો. લોકડાઉન ખૂલ્યા બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ પર કોઈ અંકુશ રહ્યો નથી. ગુજરાતના દરેક જિલ્લામાં રોજેરોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ, ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવામાં નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આવામાં આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વધુ કેસ નોંધાયા છે.
ગટરના ગંદા પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ગુજરાતના બે પ્રોફસરોએ શોધી કાઢ્યું
ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, ભરૂચ જિલ્લામાં પોઝિટિવવ કેસોની સંખ્યા 68 થઈ છે. નવા કેસમાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી સંક્રમીતો મળ્યાં છે. ભરૂચમાં 1, આમોદમાં 2, હાંસોટમાં 3 અને અંકલેશ્વરમાં 1 કેસ નોંધાયો છે.
અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો
કયા કયા દર્દીઓને કોરોના
૧ સિદ્દીક મુસા મલેક ઉ.વર્ષ ૧૯ બી ડીવી ભરૂચ
૨ યુસુફ આદમ પટેલ ઉ.વર્ષ ૬૬ રહે મછાસરા આમોદ
૩ મહેબુબ અલી પટેલ ઉ.વર્ષ ૫૮ રહે વાવડી ફળિયું આમોદ
૪ અલ્પેશ રાજેશ રાવલ ઉ.વર્ષ ૧૩ રહે માંગરોળ હાંસોટ
૫ પાયલ રાજેશ રાવલ ઉ વર્ષ ૧૧ રહે.માંગરોળ હાંસોટ
૬ સુભાષ નાયક ઉ વર્ષ ૪૪ રહે કુડાદરા હાંસોટ
૭ ઇશાક દાઉદ ગંગાત ઉ.વર્ષ ૬૮ રહે ઉમરવાડા અંકલેશ્વર
પોલીસે પકડેલ ચોર કોરોનાગ્રસ્ત
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી વધુ એક મોત નોંધાયું છે. આમોદના વાવડી ફળિયામાં રહેતા 58 વર્ષીય મહેબૂબ અલી પટેલનું મોત નિપજ્યું છે. કોરોનાની સારવાર મળે એ પહેલા જ મહેબૂબ અલીને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. આ ભરૂચ જિલ્લામાં કોરોનાથી મોતનો આંક 5 પર પહોંચ્યો છે. તો ભરૂચ બી ડીવીઝન પોલીસે પકડેલ ચોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસેલ ચોર સાદિક મલેકના કોરોના ટેસ્ટ કરાવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો.
‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા
પાટણમાં બે કેસ નોંધાયા
- આજે પાટણ જિલ્લામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પાટણ શહેરના બાબુના બંગલા પાસે 40 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. તો બળિયા પાડા વિસ્તારમાં 54 વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, જિલ્લામાં કુલ 105 કેસ પોઝિટિવ નોંધાયા છે.
- વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. કરજણ અને પાદરામાં શાકભાજીના સંક્રમિત વેપારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. કરજણ અને પાદરામાં પણ અત્યાર સુધી વધુ પડતા શાકભાજીના વેપારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. આમ, પાદરા કરજણનું શાકમાર્કેટ સુપર સ્પ્રેડર બન્યું છે. કરજણમાં શાકભાજીના ત્રણ વેપારી અને પાદરામાં શાકભાજીના વેપારીઓના 6 કેસ નોંધાયા છે.
- જામનગરમાં આજે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીજીએચના એક તબીબ અને 2 મહિલાને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. અમદાવાદ કોવિડ-19 માથી ફરજ બજાવી પરત આવેલા તબીબ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. તો લાલપુર અને સતાપર ગામની 1-1 મહિલાને કોરોના પોઝિટિવ છે. આમ જામનગરમા કોરોનાના કુલ 70 પોઝિટિવ કેસ અને 3 મોત થયા છે.
- અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત નોંધાયું છે. મોડાસાના ખાનજીપાર્કના 46 વર્ષીય ઓટો પાર્ટના વેપારીનું કોરોનાથી મોત નિપજ્યું છે. જિલ્લામાં ચાર દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. આમ જિલ્લામાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.
- તો સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝટિવ કેસ આવ્યો છે. હિંમતનગરના આગીયોલ ગામમાં 65 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૦૪ કેસ પોઝીટીવ નોંધાયા છે. તો જિલ્લામાં અત્યાર સુધી ૮૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી પાંચ દર્દીઓના મોત થયા છે અને ૧૦ પોઝીટીવ કેસ સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે