16 માર્ચના સમાચાર News

તમારું ખાતું Yes Bankમાં છે તો જલ્દી વાંચી લો ખુશીના સમાચાર
યસ બેંકમાં ખાતુ ધરાવનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જલ્દી જ યસ બેંક (Yes Bank) પોતાનું કામ શરૂ કરવાની છે. તેનો મતલબ એ થયો કે, હવે યસ બેંકના તમામ ગ્રાહકો ફરીથી બેંકિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આશા વ્યક્ત કરાઈ હતી કે, 50 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા પણ દૂર થઈ જશે. સાથે જ પુર્નગઠન યોજનાને સરકારની મંજૂરી મળી ગયા બાદ સોમવારે સંકટગ્રસ્ત યસ બેંકના શેરમાં 58 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં યસ બેંકના શેરે શાનદાર વાપસી કરીને 58.12 ટકાની છલાંગ લગાવી હતી. એનએસઈમાં પણ તેનો શેર 58.12 ટકા ઉછળીને 40.40 રૂપિયા પર રહ્યો. બીએસઈમાં તેના 112.78 લાખ શેરો તથા એનએસઈમાં 9.55 કરોડ શેરનો વેપાર થયો હતો. 
Mar 16,2020, 14:25 PM IST
કોરોનાના કહેર વચ્ચે સ્વાઈન ફ્લૂએ ઉથલો માર્યો, રાજકોટમાં મહિલાનું મોત
Mar 16,2020, 12:35 PM IST
નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ (Congress) માં અત્યાર સુધી પાંચ રાજીનામા પડી ગયા છે. આ રાજીનામાથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ગઈકાલે ચાર રાજીનામા પડ્યા હતા, તો આજે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 
Mar 16,2020, 12:16 PM IST
પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્ય
Mar 16,2020, 10:50 AM IST
ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા
મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) માંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના 5માં ધારાસભ્યનું પણ રાજીનામું પડ્યું છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે (Mangal Gavit) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, પાંચ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 68 થયું છે. ગઈકાલે કોંગ્રેસના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 
Mar 16,2020, 9:54 AM IST
ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમા
દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહિ નીકળી શકે. વ્યક્તિ બીમાર હોય કે ન હોય, તેને 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. આ એક્ટ અંતર્ગત હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશથી આવેલી વ્યક્તિ બહાર નીકળે તો તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી દેવાશે. આ વ્યક્તિ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહિ. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.
Mar 16,2020, 8:26 AM IST

Trending news