કોરોનાના કહેર વચ્ચે સ્વાઈન ફ્લૂએ ઉથલો માર્યો, રાજકોટમાં મહિલાનું મોત
એક તરફ વિશ્વભરના અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ હવે આ વાયરસ પગપેસારો કરીને બે લોકોને ભરખી ગયો છે. ત્યાં હવે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ (swine flu) એ ઉથલો માર્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં પડધરીની 42 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગત 11 ફેબ્રુઆરીએ મહિલાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ આજે ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થયું છે. તો આ ઉપરાંત રાજકોટમાં 9 વર્ષના બાળકને પણ સ્વાઈન ફ્લૂ પોઝીટિવ આવ્યો હતો, જેની સારવાર ચાલી રહી છે.
Trending Photos
ઝી મીડિયા/રાજકોટ :એક તરફ વિશ્વભરના અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ હવે આ વાયરસ પગપેસારો કરીને બે લોકોને ભરખી ગયો છે. ત્યાં હવે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ (swine flu) એ ઉથલો માર્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં પડધરીની 42 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગત 11 ફેબ્રુઆરીએ મહિલાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ આજે ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થયું છે. તો આ ઉપરાંત રાજકોટમાં 9 વર્ષના બાળકને પણ સ્વાઈન ફ્લૂ પોઝીટિવ આવ્યો હતો, જેની સારવાર ચાલી રહી છે.
નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે
અમરેલીમાં એક વિદ્યાર્થીને સ્વાઈન ફ્લૂ
અમરેલી જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રએ કોરોના વાઈરસને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ઈટાલીથી આવેલ એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના જણાતા અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે આઈએસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો હતો અને આ વિદ્યાર્થીને સ્વાઇન ફ્લૂની અસર હોવાનો રિપોર્ટમાં આવ્યું હોવાથી તેમને સ્વાઇન ફ્લૂની સારવાર હાલ તો ચાલુ છે. જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ પર પણ વિદેશથી આવી રહેલા જહાજોમા આવતાં વિદેશી ક્રુ મેમ્બરોને પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ડોક્ટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે જે માહિતી અમરેલી કલેક્ટરે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે