22 મેના સમાચાર 0 News

આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે
May 22,2020, 15:15 PM IST
વધી ગઈ Boney Kapoorની મુશ્કેલીઓ, ઘરના વધુ 2 નોકર Corona Positive
May 22,2020, 13:51 PM IST
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર બન્યા
વિશ્વભરમાં હાલ સૌથી વધુ કફોડી હાલત કોરોના વોરિયર્સની બની છે. ફ્રન્ટ લાઈન પર રહીને કામ કરવુ ફરજનો ભાગ છે, અને તેમાં કોરોના સામે લડત છે. વિશ્વભરમાં અનેક તબીબો અને પોલીસ કર્મચારીઓ ફ્રન્ટ લાઈન પર કામ કરતા સમયે કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર થયા છે. છેલ્લા 5 દિવસમાં 12 ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. આજે વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઈન્ટર્ન તબીબો કોવિડ 1200 બેડ હોસ્પિટલ અને બહાર ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓની સારવાર કરે છે.
May 22,2020, 9:39 AM IST
1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે. 
May 22,2020, 8:40 AM IST

Trending news