આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે

દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે. 
આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે

ઝી મીડિયા/બ્યૂરો :દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે. 

  • કાળા રંગનું પંખી ખરીદીને તેને બંને હાથથી ઉડાવી દો. તેનાથી તમારા દુખ અને તકલીફો દૂર થઈ જશે
  • શનિ જયંતીના રોજ 10 બદામ લઈને હનુમાન મંદિરમાં જાઓ. 5 બદામ ત્યાં રાખી લો અને 5 બદામ ઘરે જઈને કોઈ લાલ વસ્ત્રમાં બાઁધીને ધનના સ્થાન પર રાખી દો. 
  • શનિ જયંતીના રોજ સાંજે પીપળના વૃક્ષની નીચે તલ કે સરસવના તેલથી દીવો પ્રગટાવો. 
  • આર્થિક સ્થિતિ સારી કરવા માટે હંમેશા શનિવારના દિવસે ઘઉ પીસીને ઘઉમાં કેટલાક કાળા ચણા મિક્સ કરો.
  • શનિ જયંતી પર શનિદેવને તલના તેલથી અભિષેક કરો. તેલમાં કાળા તલ પણ મિક્સ કરો. સાથે જ શનિદેવના 108 નામોનું સ્મરણ જરૂર કરો.
  • શનિ દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો 250 ગ્રામ કાળા રાઈ, નવા કાળા કપડામાં બાંધીને પીપળના વૃક્ષની જડમાં રાખી લો અને તરત જ લગ્ન થાય તેવી પ્રાર્થના કરો.
  • શનિ જયંતી પર લોખંડનું ત્રિશૂલ મહાકાલ શિવ, મહાકાલ ભૈરવ અને મહાકાળી મંદિરમાં આર્પિત કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news