પરમિશન વગર અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતી રીક્ષાઓને ડિટેઈન કરાઈ
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના સુભાષબ્રિજ ખાતેથી પસાર થતી રિક્ષાઓ આજે ડિટેઈન કરાઈ હતી. લોકડાઉન 4.0માં કેટલીક શરતી છૂટછાટ અપાઈ છે. ત્યારે અમદાવાદમાં હાલ રીક્ષાને છૂટછાટ આપવામાં આવીનથી. ત્યારે રોડ પરથી પસાર થતી અનેક રીક્ષાઓ આજે જોવા મળી હતી. રીક્ષાને અમદાવાદમાં છૂટ ન હોવા છતાં અનેક જગ્યાએ રિક્ષાઓ ફરતી જોવા મળી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા કેટલાક બ્રિજ બંધ છે ત્યારે સુભાષબ્રિજ પરથી પસાર થતી રિક્ષાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.
પોલીસે આરટીઓ સર્કલ ઓટોરીક્ષા ડિટેઈન કરવાની મોટી કાર્યવાહી કરી હતી
રીક્ષાને કોઈ છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી નથી. જોકે, લોકડાઉનને કારણે બે મહિનાથી રીક્ષાચાલકોની આવક પર બ્રેક લાગી ગઈ છે. બે મહિનાથી રાજ્યભરમાં એક પણ રીક્ષા રસ્તા પર જતા જોવા મળી ન હતી.
કોઈ આવક ન થતા રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં અનેક શહેરોમાં રીક્ષાને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રીક્ષાચાલકો રીક્ષા ચલાવી શકે છે.
Trending Photos