25 એપ્રિલના સમાચાર News

DGPની ચેતવણી, આવતીકાલથી ખુલનારી દુકાનોમાં નિયમોનું પાલન નહિ થાય તો ગુનો દાખલ થશે
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનની સ્થિતિનો ચિતાર આપતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય અમલ કરવાના પુરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગાડીમાં બે અને બાઇક પર એક જ વ્યકિતને જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજુરી છે. 100 નંબર પર લોકડાઉનની મળેલી ફરિયાદના આધારે 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આઇબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગગ વધારવામાં આવુ છે, ખાનગી વાહનો અને ફુટ પેટ્રોલિંગ અને બાઇક પર પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે. લોકડાઉન ભંગની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર હુમલાના કેસમાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ પર કરલો હુમલો, પાટણમાં એલઆરડી પર થયેલો હુમલો, રાજકોટમાં પણ પોલીસ પર હુમલો, ભરૂચમાં પણ પોલીસ પર થેયેલા હુમલમાં પાસા કરાઇ છે. કુલ 13 ગુનામાં 35 આરોપીઓને અત્યાર સુધી પાસા કરાયા છે. 
Apr 25,2020, 16:34 PM IST
કોરોનાથી નાગરિકોને બચાવવા ગુજરાત સરકારે અપનાવ્યો આર્યુવેદ-હોમિયોપેથનો રસ્તો
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ-હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
Apr 25,2020, 15:47 PM IST
સરકારે દુકાન ખોલવાના આદેશ તો આપ્યા, પણ શું ખૂલશે અને શું નહિ તે પણ જાણી લેજો
આજથી દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેટલીક દુકાનો ખોલવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે પણ દુકાનો ખોલવા બાબતે છૂટછાટ આપી છે. પરંતુ તમામ દુકાનો ખોલવાના આદેશ થયા નથી. સરકારે કેટલાક પ્રકારની દુકાનોને જ ખોલવાના આદેશ આપ્યા છે. આ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા પણ કરી છે કે, કયા પ્રકારની દુકાનો ખૂલશે અને કયા પ્રકારની નહિ. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ત્યારે આ માટે તમારે માહિતી મેળવી લેવી જરૂરી છે. 
Apr 25,2020, 15:12 PM IST
ગુજરાતના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી છે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
Apr 25,2020, 14:50 PM IST
ભીષ્મ પિતામહની પાછળ દેખાયેલ Coolerની હકીકત પરથી ઉંચકાયું રહસ્ય
Apr 25,2020, 13:50 PM IST
સરકારનો ખુલાસો : ગુજરાતના 3 જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોંચ્યો
કોરોનાના કેસ મામલે હવે ગુજરાત દેશમાં બીજા સ્થાન પર સરકી ગયું છે, જે ગંભીર બાબત કહી શકાય. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ. 
Apr 25,2020, 11:26 AM IST
વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા
Apr 25,2020, 9:09 AM IST

Trending news