ટ્રમ્પના નાક નીચે અમેરિકામાં ચાલતી હતી કોરોનાની ફેક્ટરી, આ ખુલાસાથી અમેરિકનો ડરના માર્યે ધ્રૂજ્યા

અમેરિકા (America) માં કોરોનાથી મોતનો આંકોડ 50 હજારને પાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આ દાવો કરી રહ્યાં છે કે, ધીરે ધીરે અમેરિકામાં કોરોના (Coronavirus) કાબૂમાં આવી રહ્યો છે. પરંતુ તેમનો દાવો હકીકતથી બહુ જ દૂર છે. પરંતુ તેમનો આ દાવો હકીકતથી બહુ જ દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નાક નીચે અમેરિકાની સૌથી મોટી કોરોનાની ફેક્ટરીમાં વાયરસનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું, જે વિશે તેઓને માલૂમ ન હતું.
ટ્રમ્પના નાક નીચે અમેરિકામાં ચાલતી હતી કોરોનાની ફેક્ટરી, આ ખુલાસાથી અમેરિકનો ડરના માર્યે ધ્રૂજ્યા

ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકા (America) માં કોરોનાથી મોતનો આંકોડ 50 હજારને પાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આ દાવો કરી રહ્યાં છે કે, ધીરે ધીરે અમેરિકામાં કોરોના (Coronavirus) કાબૂમાં આવી રહ્યો છે. પરંતુ તેમનો દાવો હકીકતથી બહુ જ દૂર છે. પરંતુ તેમનો આ દાવો હકીકતથી બહુ જ દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નાક નીચે અમેરિકાની સૌથી મોટી કોરોનાની ફેક્ટરીમાં વાયરસનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું, જે વિશે તેઓને માલૂમ ન હતું.

વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા 

ચીનના વુહાન મીટ માર્કેટ બાદ હવે અમેરિકાની એક મીટ ફેક્ટરીને કારણે ત્યાંના સાઉથ ડકોટા રાજ્યમાં 55 ટકા કોરોના સંક્રમણ હોવાની આશંકા છે. આ મીટ ફેક્ટરીના 3700માંથી 725 કર્મચારી કોરોનાથી સંક્રમિત છે. અહીંથી સતત મીટનું સપ્લાય થઈ રહ્યું હતું. આવામાં સવાલ એ છે કે, શું મીટ ફેક્ટરીથી લોકોને કોરોનાનું સપ્લાય થઈ રહ્યું હતું. 

સમગ્ર દુનિયામાં કોરોનાનો સૌથી મોટા એટેકનો સામનો કરી રહેલ અમેરિકાની પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી જઈ રહી છે. અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો 50 હજાર પહોંચી ગયો છે. અમેરિકામાં પરિસ્થિતિ ખરાબ હોવાનુ કારણ અમેરિકાની લાપરવાહી છે. જેનુ સૌથી મોટું સબૂત છે અમેરિકાના સાઉથ ડકોટાની એક મીટ ફેક્ટરી.

વાત કરીએ રામાયણના એ કિસ્સાની, જેના પરથી ક્યારેય પડદો ઉંચકાયો નહિ 

અમેરિકાના સાઉથ ડકોટા(South Dakota) માં સ્મિથફીલ્ડ ફેક્ટરી અમેરિકામાં કોરોનાની સૌથી મોટી ફેક્ટરી બની ગઈ છે. સ્મિથફીલ્ડ (Smithfield) અમેરિકાના પોર્ક મીટની સૌથી મોટી બ્રાન્ડ છે. આ ફેક્ટરીમાં કોરોનાના સંક્રમણ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયું છે. 
 
કર્મચારીઓના સંખ્યાના હિસાબે સ્મિથફીલ્ડની આ ફેક્ટરી શહેરની ચોથી સૌથી મોટી ફેકટ્રી છે. આટલી મોટી ફેક્ટરીમાં કોરોના સંક્રમણનો મામલો આવ્યો અને તે કીટાણુંની જેમ ફેલાતો ગયો. અહી પહેલા સપ્તાહમાં 80 કર્મચારી સંક્રમિત થયા. બીજા સપ્તાહમાં 190 અને ત્રીજા સપ્તાહમાં 238 કર્મચારીઓ વાયરસના ઝપેટમાં આવી ગયા. હવે આ આંકડો 700ને પાર થઈ ગયો છે. 

જે દેશે વાયરસ આપ્યો, એ જ દેશમાંથી મંગાવેલી કોરોના ટેસ્ટ કિટ ખરાબ નીકળી, આપ્યો આવો જવાબ....

અમેરિકાની આ માંસ ફેક્ટરીએ પોતાના હજારો કર્મચારીઓ સાથે અન્ય કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મૂકી દીધો છે. ફેક્ટરીમાં અંદાજે 3700 કર્મચારીઓ દિવસરાત કામ કરતા હતા. અહીં દર દિવસે 19500 પોર્ક મીટના ટુકડા કાપવામાં આવતા હતા. અહીંથી નીકળનારું મીટ સમગ્ર અમેરિકમાં સપ્લાય થતું હતું.

સ્મીથફીલ્ડની આ ફેક્ટરીએ કોરોનાને લઈને મોટી બેપરવાહી બતાવી છે. આ ફેક્ટરીમાં કોરોના આગની જેમ ફેલાઈ ચૂક્યો હતો, તેમ છતાં અહીંથી મોટા પાયે મીટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. 

આ ફેક્ટરીમાં સૌથી પહેલા સાતમા માળ પર કામ કરનારા એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. જેના બાદ માલૂમ પડ્યું કે, તેનુ મોત કોરોનાના સંક્રમણથી થયું હતું. એક કર્મચારીના મોત બાદ પણ અહી સતત કોરોનાના કેસ વધતા ગયા હતા. લોકડાઉન છતાં આ ફેક્ટરી ખુલ્લી રહી હતી. 

જ્યારે આ ફેક્ટરીના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી ગઈ છે. ત્યારે જઈને સ્થાનિક તંત્રની ઉંઘ ઉડી હતી અને 15 એપ્રિલના રોજ ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી. ત્યાર સુધી હજારો ટન મીટ અહીંથી અમેરિકાના અલગ અલગ શહેરોમાં પહોંચાડવામાં આવી ચૂક્યું હતું. હવે અમેરિકા માટે સૌથી મોટી મુસીબત આ બાબતથી માલૂમ કરવુ મુશ્કેલ છે કે, આ ફેક્ટરીથી નીકળેલ મીટ ક્યાં ક્યું સુધી પહોંચી ચૂક્યું છે અને તેમાં કેટલા લોકો કોરોના સંક્રમિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news