5 people News

કરોડની લેતીદેતીમાં NRI નું અપહરણ, ઝાકીર,ગઝલ, મોહમ્મદ સહિત 5 લોકોની ધરપકડ
કોસંબાથી NRIનું કરાયું અપહરણ: કોસંબા પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચના હિંગલોટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી અપહરણકારોની ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો. કરોડો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 6 અપહરણકારો ધરપકડ કરવામાં આવી. સુરતના કોસંબા વિસ્તારમાંથી એક એન.આર.આઈનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઇ હતી. કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવીઘટના અંગે તપાસ કરતા ભરૂચના હિંગલોટ ગામની સીમમાંથી 6 અપહરણકારોની ચુંગાલમાંથી વ્યક્તિને સુરક્ષિત છોડાવ્યો હતો. ફાર્મ હાઉસમાંથી બે ફોરચ્યુનર કાર મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું. 
Nov 9,2020, 18:26 PM IST
સુરત: બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન 5 લોકોને નવજીવન, 100 મિનિટમાં હૃદય મુંબઇ પહોંચ્યું
સુરતમાંથી 32માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. સુરતના 44 વર્ષીય બ્રેનડેડ યુવકનાં હૃદય, કિડની, લિવર અને આંખોનુ દાન કરીને યુવકે પાંચ નવા લોકોને નવજીવન આપ્યું છે. યુવકનાં હૃદયને સુરતથી 100 મિનિટમાં મુંબઇ ખાતે પહોંચાડીને મહિલામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં રહેતા બિપીન રઘુભાઇ પ્રધાન (ઉ.વ 44) પરિવાર સાથે રહેતા હતા. 9 તારીખે તે ઘરે જમવા માટે આવ્યા ત્યારે અચાનક તેને બેચેની વર્તાતા હોસ્પિટલ લઇ જવાયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરતા જમણીબાજુના નગરની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 13 માર્ચના રોજ તેને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો.
Mar 15,2020, 18:14 PM IST

Trending news