After rains News

મધ્યગુજરાતમાં વરસાદ બાદ ભયાનક સ્થિતિ, 3 હજાર કરતા વધારેનું સ્થળાંતર, CM ની તત્કાલ મી
Jul 10,2022, 21:16 PM IST
ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તુટે:વરસાદ બાદ હવે નકલી બિયારણ અને દવાને કારણે નુકસાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાંચ ખેડૂતોના ફુલાવર તૈયાર ધરું સાથે વાવેતર કરેલ પાકની ચોરી તો ક્યાંક ઝેરી દવાથી બળી જતા આર્થિક નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જેને લઈને ખેડૂતો પરેશાન થયા છે. જેને લઈને ખેડૂતોએ પણ હવે પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સોને પકડવાની માંગ કરી છે. વાત છે પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફલાવરના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઇ ફલાવરના ધરૂમાં ચીલની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફલાવરનો ધરૂ બળી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે તસ્કરોના આ કુત્ય ને લઈને હાલતો ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત ચિરાગભાઇ પટેલના ૧૦ વિઘાના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવરના ધરૂ માં તથા અડધો વિગો ફલાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે.
Oct 3,2020, 20:08 PM IST

Trending news