કાચા હૃદયના ન વાંચે: આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ...

આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ  રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો (Viral Video) બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ  કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. 

Updated By: Mar 1, 2021, 05:03 PM IST
કાચા હૃદયના ન વાંચે: આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ...

અમદાવાદ : આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ  રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો (Viral Video) બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ  કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. 

સુરતમાં કોંગ્રેસ ફરી તૂટી, દિનેશ કાછડીયાએ આપ્યું રાજીનામું, આ પક્ષમાં જોડાઈ શકે છે

મારી સાથે રહેવું હોય તો ડોઢ લાખ રૂપિયા આપવા પડશે
આયેશા (Ayesha khan) (Ayesha Khan)ના પરિવારે પત્રકાર પરિષદમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો ખુલાસો હતો કે, આયેશા (Ayesha khan) જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશા (Ayesha khan) ને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશા (Ayesha khan) ના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશા (Ayesha khan) (Ayesha Khan)ને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી. 

Patan ના પ્રગતિશીલ ખેડૂતનો દેશમાં વાગ્યો ડંકો, PM મોદીએ મન કી બાતમાં આપ્યું ઉદાહરણ

આયેશા (Ayesha khan) (Ayesha Khan) અને આરિફ એક લગ્ન પ્રસંગમાં મળ્યા અને પ્રેમમાં પડ્યા
જેના પગલે તેના પિતા પાસે જ્યારે પૈસાની સગવડ થઇ અને તેમણે પૈસા આપ્યા ત્યારે તેનો પતિ આયેશા (Ayesha khan)ને આવીને પૈસા લઇને તેડી ગયો હતો. આ ઉપરાંત તેના પતિને અન્ય કોઇ યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોવાનો ખુલાસો પણ તેઓએ કર્યો હતો. આ ઉપરાંત આયેશા (Ayesha khan) અને તેનો પતિ એક પ્રસંગમાં મળ્યા બાદ એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. અને પરિવારમાં તેઓ આંતરિક રીતે જોડાયેલા હોવાના કારણે બંન્નેના લગ્ન માટે પરિવાર પણ તૈયાર થઇ ગયો હતો. આયેશા (Ayesha khan) (Ayesha Khan)ના પતિ અને તેના પિતા (સસરા) કોટા પથ્થરના માઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 

Gujarat: 11 મહિના બાદ રાજ્યની કોર્ટ થઇ શરુ, વકીલોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

આયેશા (Ayesha khan)ના પિતાએ શું કરી માંગણી
આયેશા (Ayesha khan)ના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આયેશા (Ayesha khan) કિસ્સામાં પોલીસ દ્વારા ખુબ જ હિન કક્ષાનો વ્યવહાર અને તપાસ કરવામાં આવી છે. સરકાર પાસે માંગ છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ કરે. આ ઉપરાંત તેના પતિ આરિફ ખાનને પકડવા માટે એક સ્પેશ્યલિ ટીમ બનાવવામાં આવે.  આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આયેાશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.