Ashraf nagori News

સુરતની અશરફ નાગોરી ગેંગ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 સાગરીતોની અટકાયત
પોલીસ શહેરની માથાભારે ગેગ સામે લાલા આંખ કરી રહી છે તેવામાં વધુ એક કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા Gujctoc મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 
Jan 12,2021, 18:05 PM IST

Trending news