Banni buffalo News

ગુજરાતનું ગૌરવ : લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ
તમે ક્યારે વિચાર્યું છે કાર કરતા પણ ભેંસ મોંઘી હોઈ શકે અને આખલાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે. કચ્છના બન્નીમાં 13મો પશુ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખલા, બળદ, સિંધી ઘોડા સહિત વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું.. માં કાંકરેજ ઓલાદનો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવા બે લાખનો આખલો તંદુરસ્તીની હરીફાઈમાં બધાને પછાડ્યા. તો કાર કરતા પણ બન્નીની ભેંસ મોંઘી નીકળી. બન્ની નસલની 5 થી 6 લાખની કિંમતની ભેંસ 20 લીટર દૂધ આપી હરીફાઈ જીતી છે. આ પશુમેળામાં વિજેતા બનનારને 2 હજારથી 10 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. મહત્વનું છે માલધારીઓ જાગૃત બને તેના માટે આવા પશુમેળા યોજવામાં આવે છે. જેમાં સારી ઓલાદના પશુઓનું ઉછેર કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે આ પશુમેળામાં માલધારીઓ 500થી 600 પશુઓ લાવ્યા હતા. 
Nov 21,2021, 11:24 AM IST

Trending news