Bharat pandya News

કોંગ્રેસના નિવેદનોમાં તેમની “નિરાશા” અને નેતૃત્વની “નિષ્ફળતા” છુપાયેલી છે
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે. અસરગ્રસ્તોની તાત્કાલિક યોગ્ય સારવાર માટે સરકારે સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસતંત્ર દ્વારા આ ઘટના સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યાં છે. કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડની હારમાળાઓ સર્જાતી હતી પણ તેના પર એકશન લેવાતા ન હતાં. કોંગ્રેસના મંત્રીઓના બંગ્લાઓ ગુનેગારોના આશ્રય સ્થાનો બન્યાં હતાં. કોંગ્રેસના નેતાઓની ગાડીઓમાં ખતરનાક હથિયારો પકડાતાં હતાં. ગુજરાતમાં અનેક ગેંગો રાજકીય આશ્રયથી ફૂલીફાલી હતી. કોંગ્રેસ શાસનના આ ભયંકર ભુતકાળ ગુજરાતની જનતા ભુલી નથી. કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને “ઉડતા પંજાબ” અને “ઝુમતા ગુજરાત”નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.
Jul 6,2018, 9:12 AM IST

Trending news