અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ: દિલ થી દિલ સુધી

અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ: દિલ થી દિલ સુધી

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે,

હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,

નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું,

-----------------

તા.૨૧ ડિસેમ્બર વહેલી સવારે ૦૪.૦૦ વાગે ડો.તેજસ પટેલની ઊર્જા, કાર્યક્ષમતા અને સ્નેહશક્તિની અનુભૂતિ દ્વારા પરીણામલક્ષી હાર્ટસર્જરી પછી હું સંપૂર્ણ સ્વસ્થ થયો. ડો.તેજસ પટેલ અને સમગ્ર ટીમનો મારા હ્યદયની સારવાર, માવજત સાથે નવું જીવન આપ્યું તે માટે હ્યદયપૂર્વકનો આભારી છું. તેમની એપેક્ષ હોસ્પિટલમાં ૧૦૯ નંબર સ્પેશ્યલ રૂમમાં લઈ ગયાં.ત્યારે મને કહેવામાં આવ્યું કે પૂ.પ્રમુખ સ્વામી, પૂ.મહંતસ્વામી અને પૂ.ઈશ્વરચરણ સ્વામી પણ આ જ બેડ (પલંગ) પર રહેલાં છે. ત્યાંથી દિવ્યતાના વાઈબ્રેશન સાથે હ્યદયમાં આનંદ થયો.

ડોકટરે અને સલાહકારોએ બહુ બોલવાની ના પાડે છે, પરંતુ લખવાની ક્યાં ના પાડી છે ?

આપણે ત્યાં કર્મનિષ્ઠાનું શ્રેષ્ઠ મહત્વ છે. સ્નેહનિષ્ઠા, સંબંધનિષ્ઠામાં માનનારા લોકોની રૂબરૂમાં લાગણીઓના શુભેચ્છા 'ધોધ' અને સલાહના 'બોધ' આપી ગયાં અને કર્તવ્યનિષ્ઠા લોકોનો મેસેજ અને મૌનની શુભેચ્છાઓ પછી સંપૂર્ણ સ્વસ્થતાની ચેતના અનુભવી રહ્યો છું. પૂ.સંતો, તમામ આગેવાનો, મિત્રવર્તૂળ, સગાં-વ્હાલોની સ્વાસ્થ્ય શુભેચ્છા માટે હ્યદયપૂર્વકનો આભાર....

તા.૨૫મી ડિસેમ્બર અટલજીનો જન્મદિવસ.

નરેન્દ્ર મોદી દ્વારા સુશાસન દિવસ અને મારા માટે પણ સ્વાસ્થ્ય દિવસ

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે,

હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,

નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું,

અટલજીના મૃત્યુ પછીનો પ્રથમ જન્મદિવસ

અટલજી દેહસ્વરૂપે ગયાં. પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે. તેમણે પોતાના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હ્યદયમાં રાજ કર્યું છે.

અટલજીનું જીવન શુભારંભ અને અંત બન્નેમાં કૃષ્ણનો સંયોગ

અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં, કૃષ્ણબિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦-કૃષ્ણમેનન માર્ગ, દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ સંગ જ રહ્યો. પિતાજી કૃષ્ણબિહારી વાજયેપી ગ્વાલિયારમાં અધ્યાપક હતાં ત્યારે એ વખતે શિંદેની છાવણીમાં તા.૨૫મી ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ અટલજીનો થયો હતો.

સ્વ.અટલ બિહારી વાજપાઈજીનું વ્યક્તિત્વ...

અટલજીએ જોડવાનું કામ કામ કર્યું,

અટલજીએ માણસોને જોડ્યા, રાજકીય પક્ષોને જોડ્યા,પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના દ્વારા ગામડાઓની સડકોને જોડી, ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોની સડકોને જોડી અને ભારતની નદીઓને જોડવાના સંકલ્પ સાથે ભગીરથ પ્રયાસો શરૂ કર્યાં. એમણે જીવતા તો લોકોને જોડયાં પરંતુ મૃત્યુબાદ પણ લોકોને જોડયાં. ખરેખર દેશની રાજનીતિઓ એક રાજકીય ધ્રુવ તારો ખરી ગયો.  એમણે પોતાના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાનાં હૃદયમાં રાજ કર્યું છે.

રાજનૈતિક જીવન..

મહાવીર રામચંદ્રની કૃતિ વિજય પતાકા હતી એ વાંચીને જીવનની દિશા બદલાઈ ગઈ. ગ્વાલીયરમાં, કાનપુરમાં ભણ્યાં. એમ.એ.વિથ પોલીટીકસ કર્યું. આર.એસ.એસ.માં જોડાયા ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયાની જે મહાત્મા ગાંધીજીએ લડાઈ લડી એમાં ૨૪ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યાં. ૧૯૫૧માં જનસંઘની સ્થાપના સમયે સદસ્ય રહ્યાં. પહેલી વાર ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા. ૧૯૫૭ થી ૧૯૭૭ સુધી સતત ૨૦ વર્ષ સુધી રહ્યાં. એ સંસદીય પક્ષ નેતા રહ્યાં.

પંડિત દિનદયાળજીના અવસાન પછી ૧૯૬૭ થી ૧૯૭૩ સુધીએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં. ૧૯૭૪માં એમને ગુજરાત આવવાનું થયું અને એ વખતે એરપોર્ટ ઉપર લેખક,ચિંતક એવા વિષ્ણુભાઈ પંડયાને એક પત્ર અટલજીએ આપ્યો. પત્રમાં એક લેખ સાથે નાનકડી કવિતા પણ લખી હતી. એ લેખમાં “મુજે મોરારજી દેસાઈ સે મોહબ્બત હો ગઈ” એવું ટાઈટલ હતું. તેમાં એક કડી લખી હતી. “નજર નીચી, કમર સીધી, ચમકતા રોફ સે ચહેરા, બુરા માનો, ભલા માનો વોહી તેજી, વોહી નખરા'' આવું મોરારજી દેસાઈ માટે લખ્યું હતું.

કટોકટી આવ્યાં પછી તો જેલમાં ગયા એમની પાસે પણ સમાધાનની વાત આવી. તો તે વખતે તેમણે પણ કહ્યું કે, “દાવ સબ કૂછ લગ ગયા, રૂક સકતે નહીં, લેકિન ઝૂક શકતે નહીં”. કટોકટી પછી જનતા મોરચાની સરકાર બની. પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ વખતે વિદેશ મંત્રી પણ બન્યાં અને ભારતનું માન-સન્માન ગૌરવ વધાર્યું.

તા.૦૬ એપ્રિલ ૧૯૮૦ - ભાજપની સ્થાપના

જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું. પરંતુ પછી જનતા મોરચો વિખરાઈ ગયો અને તા.૬ એપ્રિલ ૧૯૮૦માં મુંબઈની ચોપાટી ઉપર સમતા નગરમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપના થઈ પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના શ્રી અટલજીના પ્રવચનમાં બે વાત મને ખૂબ ગમી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સ્વીકાર્યા પછી તેઓ અધ્યક્ષના પદને કેવી રીતે માને છે તેની વાત કરી હતી.

પ્રવચનમાં પહેલાં વાક્યોમાં 

યહ પદ નહી, દાયિત્વ હૈ,

યહ પ્રતિષ્ઠા નહીં, પરીક્ષા હૈ,

યહ સત્કાર નહીં, ચુનૌતી હૈ

આપકે સંયોગ સે, જનતા કે સમર્થન સે મુજે યહ જિમ્મેદારી વહન કરને કી

ઈશ્વર મુજે શક્તિ દે, વિવેક દે.

હું આજે પણ “વિવેક” શબ્દની દિવ્યતા, ભવ્યતા, નમ્રતા, વિશાળતા ગજબ સમજણની અનૂભુતિ અનુભવી શકું છું. પ્રવચનના અંતિમ વાક્યોમાં છેલ્લી કડી એવી હતી કે, “ભારત કે પશ્ચિમઘાટી કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે પર ખડે હોકર યહ ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હું કિ “અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા” અન ખરેખર કમળ ખીલવા લાગ્યું. ૧૯૯૬માં સોળ વર્ષ પછી કમળ ખિલ્યું તેઓ વડાપ્રધાન બન્યાં. પહેલાં ૧૩ દિવસ, ૧૩ મહિના અને પછી ૫ (પાંચ) વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યાં હતાં. જયારે ચુંટણીમાં હાર થઈ ત્યારે તે વખતે તેમણે કહ્યું હતું કે,... 

“કયાં હાર મેં, કયા જીત મેં,

કિંચિત નહીં, ભયભીત મેં

કર્તવ્ય પથ પર જો મિલા

યહ ભી સહી વો ભી સહી..

વરદાન નહીં માનુંગા

હો કુછ પર હાર નહીં માનુંગા

અટલજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજયસભામાં સાંસદ રહ્યાં. જયારે ૧૯૮૪માં જેઓ હાર્યા ત્યારે ઈન્દીરા ગાંધીએ કહ્યું કે, અટલજી કે બિના “સંસદ સુના સુના લગતા હૈ”.

સામાન્ય રીતે યુનોમાં શાસકપક્ષ,ના પ્રતિનિધીને મોકવામાં આવે છે પરંતુ નરસિંહમા રાવે યુનોમાં જીનીવા કોન્ફરન્સમાં મોકલ્યા ત્યારે કોંગ્રેસમાં વિરોધ થયો. નરસિંહમા રાવે કીધું કે, અટલજી કે બિના કાશ્મીર કે વિષયમે “કૌન અચ્છા બોલ શકતા હૈ ?”, “અચ્છી તરહ વિષય રખ શકતા હૈ”,  અને અટલજી યુનોમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ કરનાર “ભારતીય નેતા” બન્યાં. તેઓ પત્રકાર હતાં. પાંચજન્ય હોય કે અર્જૂન હોય કવિ પણ રહ્યાં. તેમનામાં સેન્સ ઓફ હ્યુમર જોરદાર હતી. તેઓને યુનોમાં જતાં પહેલાં એક પત્રકારે અટલજીને પૂછ્યું ભારત-પાકિસ્તાનનો વિવાદ છે તમે પરર્વેઝ મુશર્ફ સાથે હાથ મિલાવશો ? અને એક જ સેકન્ડમાં એમણે પત્રકારને કહ્યું લો “મે તુમ્હારે સાથ હાથ મિલા લેતા હું.”

કેવા સંજોગો હતાં ?

કેવા સંજોગોમાં તેમણે કામ કર્યું. તેઓ જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે, “આપકે પૈર મેં ચંપલ ક્યું નહીં હૈ”, તો અટલજી કહ્યું કૈ “પૈસે નહીં તો પૈર મેં ચંપલ નહીં હૈ”, ત્યારે નાનાજીએ તેમને ૨-૩ રૂપિયા આપ્યાં. એક-બે મહિના પછી ફરી તેમનો પ્રવાસ થયો. તો ફરીથી પગલમાં ચંપલ ન હતાં અરે “અટલજી પૈર મેં ચંપલ ક્યુ નહીં હૈ”. અટલજીનો જવાબ હતો કે “વો તો પેટ મેં ચલે ગયે હૈ”. ચંપલ કરતાં જમવાનું અગત્યનું હતું એટલે તેમણે એ પૈસાનું ભોજન કરી લીધું. કેવો નિખાલસ, પ્રસન્ન જવાબ આપ્યો.

પોખરણ અને કારગીલ યુદ્ધ - “શાંતિ” -  “ક્રાંતિ”ના પ્રણેતા

અટલજી “શાંતિ” અને “ક્રાંતિ” એમ બન્નેમાં બેલેન્સ રાખી શકતા હતાં. નિખાલસ હતાં.સત્ય,પ્રેમ અને સક્રિયતા તેમનામાં હતી. લાહોરની બસ સેવા શરૂ કરી પોડાશી સાથે સંબંધો રાખવાનો  પ્રયાસ કર્યો. કારગીલ યુદ્ધ વખતે તેમણે જડબાતોડ જવાબ આપ્યો. ટાઈગર હીલ છેલ્લી જીતી તે વખતે પરર્વેઝ મુશરફ અમેરિકા જતા રહ્યાં તેમણે બિલ ક્લિન્ટને ફરિયાદ કરી.ત્યાંથી બિલ ક્લિન્ટનો ફોન આયો કે તમે પણ અમેરિકા આવો આપણે પણ વાતો કરીએ. અટલજી કહ્યું કે, “મેં અમેરિકા સે મધ્યસ્થી નહીં ચાહતા હું”. અનેક પ્રતિબંધો આવ્યાં તેમ છતાં દેશનાં સ્વાભિમાન માટે અડગ રહ્યાં રાજકીય પુરુષના નિર્ણયને જ્યોતિ બસુ એ પણ અભિનંદન આપીને સ્વીકાર્યો.

ગુજરાત સાથેના સંભારણા

ગુજરાત સાથે તો તેમના અનેક સંભારણા હતાં. હું તા.૦૮ જૂલાઈ ૧૯૮૪માં આર.એસ.એસ.ની યોજનાથી વિદ્યાર્થી વિસ્તાર તરીકે સાબરકાંઠાના તલોદમાં ગયો હતો. એ વખતે મને ખબર પડી કે અટલજીને સભા છે તે સમયે વરસાદ હતો. એ દૃશ્ય યાદ છે, એમનો પહાડી અવાજ પણ યાદ છે, એમની ગુંજ યાદ છે. સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અનાવરણ વિધી હતી. નગરપાલિકા જનતા પાર્ટી હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર કોંગ્રેસની હતી પણ વિવાદ હતો કે આ જમીન કોની હદમાં આવે છે ? અને એટલા માટે પ્રતિમાને ઘણાં સમય

સુધી ઢાંકીને રાખવામાં આવેલી. અટલજી એની અનાવરણ વિધિમાં આવ્યા. કોઈ પક્ષા-પક્ષીની વાત નથી,કોઈપણ સંબોધનની વાત નહીં. પહેલું જ વાક્ય વરસતા વરસાદમાં છત્રીથી આચ્છાદિત એ દ્રશ્ય અને એ ગુંજ હજુ પણ મને યાદ છે. ત્યારે તેમને પહેલું જ વાક્ય કીધું કે, “ચાહે યે જમીન નગરપાલિકા કી હો યાં જીલ્લા, તાલુકા પંચાયત યા રાજય સરકાર હો લેકિન સપૂત તો હિન્દુસ્તાન કા હૈ”, તેમની એક રાષ્ટ્રીય મહાપૂરૂષને જોવાની દૃષ્ટિ કેવી હતી. તેનું આ ઉદાહરણ છે.

કચ્છ સત્યાગ્રહ

કચ્છમાં જયારે છડા બેટ પાકિસ્તાનને સોંપવાની વાત થઈ ત્યારે વિલસન કરાર મુજબ આંદોલન શરૂ થયું. મધુ લીમયે થી માંડીને જ્યોર્જ ફર્નાન્ડિઝ, ચિમનભાઈ શુકલ, કેશુભાઈ, જગન્નાથરાવ જોષી અનેક આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહ શરૂ થયો. એ વખતે હેમાબેન આચાર્ય અગિયાર બહેનોને લઈને ગયાં હતાં. નારસિંહભાઈ પાઢીયારના પત્ની જીકુબેન અને એની આઠ મહિનાની દીકરી ગીતાને લઈને ગયાં હતાં ત્યારે અટલજીએ નાનકડી દીકરી એને ઊંચકીને સ્ટેજ ઉપર કહ્યું કે “યહ ભી સત્યાગ્રહમે સામિલ હૈ”. કોઈ એમને ગ્રેટ સન ઓફ ઈંડિયા કીધાં તો કોઈએ રાજકીય ધ્રુવ તારો કિધાં. જીવન અને મૃત્યુમાં બધાંને ભેગા કરી શકે એવું વિરલ વ્યક્તિત્વ વિચાર અને આચાર એકસરખાં હતાં એટલે આ શક્ય બન્યું. અટજી જયારે કાંકરિયા આવેલા રાત્રે બે વાગે સભા અને કાર્યકર્તાઓ કહે કે તુમ આ બઢો હમ તુમ્હારે સાથ હૈ તો તેમની સેન્સ ઓફ હ્યુમર કેવી. “અબ આગે બઢુંગા તો ગીર જાઉંગા”. આ તેમનું ભાષણનું પહેલું વાકય કીધું આ દૃશ્ય અમને યાદ છે.

અટલજીના અસ્થિ વિસર્જન કરવા સોમનાથના ત્રિવેણી સંગમ પર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અને હું તેમજ કાર્યકર્તાઓ ગયા એ વખતે તેમના અસ્થિને સ્પર્શ કરવાનો અદભુત દિવ્યતાનો લ્હાવો મને મળ્યો. એ ત્રિવેણી સંગમના ઘાટને અટલજીએ મર્હુત કરેલું. ત્યાં જ તેમની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું તે સમયે તેમની રાખને સ્પર્શ કરીને તેમની જ કવિતાનું મનોમન સ્મરણ કર્યું. અમારી લીલી વાડીને મૂકીને ગયા છે એટલે અમે તો કૃતજ્ઞ હોઈએ તો સ્વભાવિક છે. ૧૭ રાજયોમાં સરકાર હોય કે કેન્દ્ર સરકાર અમારી સરકાર હોય ત્યારે આવી લીલી વાડીને મુકીને ગયાં પરંતુ આજે લોકોના હૃદયમાં અટલજી રહ્યાં છે તેની અનુભૂતિ અમે પણ જોઈ રહ્યા છે અટલજીની અસ્થિને સ્પર્શ કર્યો ત્યારે અમારા મનોમસ્તિક અને દિલોદિમાગમાં ભારતના નકશાને જોઇને તેમની કલ્પના એક રાષ્ટ્ર પુરૂષ ઊભો છે અને કવિતાનું સ્મરણ થયું. મારી પ્રિય કવિતાની બે પંક્તિ...

भारत जमीन का टुकडा नहीं, भारत एक जीता-जागता राष्ट्रपुरुष है ।

हिमालय उनका मस्तक है,गौरी शंकर उन्की शिखाएं है ।

काश्मीर उन्की किरीट है, पंजाब और बंगाल दो मजबूत भूजाएं है ।

दिल्ही उन्का दिल है,

विन्ध्याचल कटी है,

नर्मदा करधनी है ।

कन्याकुमारी ईसके चरण है,सागर उन्को पखारता है ।

સોમનાથ ત્રિવેણી સંગમ, ચાણોદ ત્રિવેણી સંગમ ને સાબરમતીમાં આમ ત્રણેય સ્થાન પર સ્વ. અટલજીના અસ્થિને સ્પર્શકરીને નદીમાં વિસર્જન કરવાની અલૌકિક અનુભૂતિ હું જીંદગીમાં કયારેય ભૂલી શકીશ નહીં.

પ્રિય કાર્યકર્તાઓને,

हास्य-रुदन में, तूफानों में

अगर असंख्यक बलिदानों में

उद्यानों में, वीरानों में

अपमानों में, सम्मानों में

उन्नत मस्तक, उभरा सीना

पीड़ाओं में पलना होगा....कदम मिलाकर चलना होगा

उजियारे में, अंधकार में

कल कहार में, बीच धार में

घोर घृणा में, पूत प्यार में

क्षणिक जीत में, दीर्घ हार में

जीवन के शत-शत आकर्षक

अरमानों को ढलना होगा....कदम मिलाकर चलना होगा

મૃત્યુના અંગે એમની એક કવિતાની કડી હતી કે,

ઈતના હી કાફી હૈ, અંતિમ દસ્તક પર,

ખુદ દરવાજા ખોલે,

જયારે ભાવુક બનીને આ કડી કીધી ત્યારે નરસિંહમા રાવે કીધું કે “અટલજી મૃત્યુ કી બાત ન કરે, દેશ કો આપકી બહુત જરૂરત હૈ. પોખરણ વખતે અણુ ધડાકો કર્યા ત્યારે અમેરિકાની કોઈ જાસુસી સંસ્થાને પણ કોઈ જાણકરી મળી શકી ન હતી. તેનો અમેરીકાને હજૂપણ આઘાત રહી ગયો છે.

ભરત પંડયા, લેખક ભાજપના પ્રદેશ પ્રવકતા ને પૂર્વ ધારાસભ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news