કોરોનાગ્રસ્ત સીઆર પાટીલ સંસદ સત્રમાં નહિ આપી શકે હાજરી
Trending Photos
- એપોલો હોસ્પિટલમાં દાખલ હોવાથી સંસદમાં નહિ જઈ શકે.
- 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ત્યારે કોરોનાકાળમાં નિમાયેલા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સંસદસત્રમાં હાજરી નહિ આપી શકે. સંસદ સત્રના પહેલા તબક્કામાં સીઆર પાટીલ ભાગ નહિ લઈ શકે. કારણ કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાટીલ સારવાર હેઠળ છે. તેઓ એપોલો હોસ્પિટલમાં દાખલ હોવાથી સંસદમાં નહિ જઈ શકે. 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો : જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો
એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભાજપનાં અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કે જે રેલી દરમિયાન હાજર હતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણા દિવસથી સી.આર પાટીલને નબળાઇ વર્તાઇ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જોકે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના બાદ તેઓ પોઝિટિવ હોવાનું ખૂલ્યું હતું. હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.
આ પણ વાંચો : 15 વર્ષની પ્રેમિકા અને 19 વર્ષનો પ્રેમી, ચીકુવાડીમાં જઈને બંનેએ કર્યું એવું કામ કે...
કોરોનાના ડરથી કમલમ બંધ
કોરોનાના કેસ વધતા ભાજપનું કાર્યાલય કમલમ બંધ કરાયું છે. ઓફિસ સ્ટાફ સિવાય કોઈને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી રહી. મુખ્ય ગેટ પર પણ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઇ કર્મચારીઓને લાવનાર ડ્રાઇવર, 2 સફાઇ કર્મચારી સહિત કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા કોરોના પોઝિટિવ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રિબિન લગાવીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે