Bus full of 283 kg of cannabis News

દારૂ બાદ ગાંજાનું હબ બની રહ્યું છે વલસાડ? 283 કિલો ગાંજો ભરેલી બસ પોલીસ પર ચડાવી દીધ
જિલ્લા એલસીબી પોલીસે નશીલા ગાંજાનું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું  છે. જેમાં પોલીસે વલસાડ નજીક હાઈ-વે પરથી રૂપિયા 28 લાખની કિંમતના 283 કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટેમ્પો ટ્રાવેલર બસને ઝડપી પાડ્યો છે. ઉપરાંત એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા એક ટેમ્પો ટ્રાવેલર બસને રોકવા માટે એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો. જોકે આ બસ ચાલકે પોલીસની ટીમને જોતા જ પૂર ઝડપે બસને હાઇવે પર દોડાવી મુકી હતી. જેથી હકીકત સમજી ચૂકેલી એલસીબી પોલીસની ટીમે હાઇવે પર ફરાર થઈ રહેલી આ ટેમ્પો ટ્રાવેલર બસનો પીછો કર્યો હતો. થોડા સમય સુધી એલસીબીની ટીમ અને ટેમ્પો ટ્રાવેલર બસ વચ્ચે પૂર ઝડપે રેસ થઈ હતી. હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે વલસાડના ધમડાચી નજીક પહોંચતા જ એલસીબીની ટીમે આ ટેમ્પો ટ્રાવેલર બસને રોકવામાં સફળતા મળી હતી. 
Jan 12,2021, 18:47 PM IST

Trending news