central government

દેશની મહિલાઓને સરકારની સૌથી મોટી ગિફ્ટ, હવે માત્ર 1 રૂપિયામાં મળશે સેનિટરી નેપકીન

મોદી સરકાર-2ના 100 દિવસ પુરા થતા પહેલા પહેલા સરકારની દેશની અડધી વસતીને મોટી ભેટ, 'જન ઔષધિ સુવિધા' નામથી આ નેપકીન દેશભરના 5500 જન ઔષધિ કેન્દ્ર પર સરળતાથી ઉપલબ્ધ, સૈનિટરી નેપકીનની આ જાહેરાત 8 માર્ચ, 2018ના રોજ કરાઈ હતી 

Aug 27, 2019, 05:59 PM IST

અમદાવાદ: ‘યુનાઇટેડ નર્સિસ ફોરમ’ સાથે સંકળાયેલા 1500 કર્મચારીઓની રેલી

રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે એકઠા થયેલા 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા નર્સિંગના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી છે. આશરે 1500 જેટલા કર્મચારીઓ વિવિધ પ્રકારની માંગો દર્શાવતા હોર્ડિંગ્સ સાથે લગભગ બે કિમી લાંબી રેલી કાઢીને અમદાવાદ કલેક્ટરને પોતાની માગો અંગે અવગત કરાવ્યા તો સાથે જ આવેદન પત્ર આપીને પડતર માગોનું ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.

Aug 19, 2019, 11:19 PM IST

દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે: નાણાપ્રધાન

દેશના અલગ અલગ પાંચ સેક્ટરના ઉદ્યોગો સાથે વિસ્તૃત ચર્ચા કરી પ્રધાનમંત્રી સાથે બેઠક કરવામાં આવી છે અને સરકાર જલદીથી પ્રત્યુતર આપશે આ નિવેદન આપ્યુ ગુજરાતના પ્રવાસે આવેલા નાણાં પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્કમટેક્સ કસ્ટમ અને રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે નિર્મલા સીતારમને બેઠક કરી ગુજરાત અને ખાસ કરીને અમદવાદ પ્રવાસ અંગે સીતારમને કહ્યુ કે, અમદાવાદથી ટુ ટાયર સીટીની મુલાકાતની શરૂઆત કરી છે. 

Aug 16, 2019, 11:48 PM IST

1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર લાગુ કરશે ‘નવી શિક્ષણનીતિ’

વર્ષ 1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં ત્રીજીવાર નવી શિક્ષણનીતિ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી છે. જેના માટે હાલમાં તમામ રાજ્યો પાસેથી જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિનો હેતુ વિદ્યાર્થીઓ ઉત્તમ અને સસ્તું શિક્ષણ સરળતાથી મેળવી શકે તેમજ વધી રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના પર ખાસ ધ્યાન આપીને તૈયાર કરાઈ રહ્યું છે.

Aug 16, 2019, 07:15 PM IST

USAની સંસ્થા દ્વારા દેશની નંબર વન ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે GTUને એવોર્ડ

આ વર્ષે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીને ભારતની “મોસ્ટ ટ્રસ્ટેડ સ્ટેટ યુનિવર્સિટી”નો અવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશન, યુએસએ દ્વારા કન્ઝ્યુમર રીસર્ચ રીપોર્ટ-2019ને આધારે જીટીયુને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શિક્ષણની શક્તિ દ્વારા સશક્ત ભારતના નિર્માણ માટે યોગ્ય પ્રદાન આપતી સંસ્થાઓના યોગદાનને સન્માનિત કરવા આ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. 

Aug 13, 2019, 07:06 PM IST

કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક

અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો

Jul 31, 2019, 09:35 AM IST

યૌન શોષણ અને બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

યૌન શોષણ અને બળાત્કાર કેસ મામલે મોટો ચૂકાદો આવી શકે છે. આવા કિસ્સામાં કેસની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી આરોપીઓની ઓળખ જાહેર ન કરવા મામલે કાયદામાં ફેરફાર થઇ શકે છે. યૌન શોષણ અને બળાત્કાર કેસમાં આરોપીની ઓળખ જાહેર ન કરવા અંગે થયેલી એક રિટ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. 

Jul 29, 2019, 11:36 AM IST
Martyr Arif Pathan To Be Memorial PT2M9S

વડોદરા: અહીં બનશે શહીદ આરીફ પઠાણનું બનશે સ્મારક

શ્રી કૃષ્ણ હિન્દી વિધાલય અથવા નવાયાર્ડની સ્કુલ ખાતે શહીદ આરીફ પઠાણનું સ્મારક બનશે. કેન્દ્ર સરકારના પરિપત્રને લઈ ડીઈઓએ કવાયત હાથ ધરી છે. કેંદ્વ સરકારે શહીદો માટે યોજના બનાવી છે કે શહીદ જવાન જે શાળામાં અભ્યાસ કરતાં હોય ત્યાં સ્મારક બનાવવું.

Jul 25, 2019, 09:55 AM IST

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

Jul 18, 2019, 07:36 PM IST

અમદાવાદ બાદ એશિયાના સૌથી ઝડપી વિકસતા સુરતમાં પણ દોડશે ‘મેટ્રો ટ્રેન’

એશિયાના સૌથી ઝડપી વિકસતા અને જીડીપી ગ્રોથ રેટમાં પ્રથમ ક્રમે આવેલા સુરત શહેરમાં હવે મેટ્રો રેલ દોડતી જોવા મળશે. કેન્દ્ર સરકારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 12 હજાર કરોડથી વધુના ખર્ચની મંજુરી આપી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાએ પ્રોજેક્ટને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. 

Jul 17, 2019, 07:19 PM IST

સરકારે GPFના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટે વ્યાજ દરને 7.9 ટકા રાખવાનો નિર્ણય લીધો છે 
 

Jul 16, 2019, 07:46 PM IST

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે

મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી 
 

Jul 9, 2019, 07:08 PM IST

કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ

કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીની કેજરીવાલ સરકારને ગુરૂવારે મોટો ઝડકો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોમાં મહિલાઓને નિ:શૂક્લ યાત્રા કરવા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવને રદ કરી દેવામાં આવ્યો છે.

Jun 27, 2019, 03:01 PM IST

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

Jun 26, 2019, 08:54 PM IST

19 સરકારી કંપનીઓને લાગશે ખંભાતી તાળા, નવી કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જૂઓ લિસ્ટ....

ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય તરફથી સસંદમાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર તરફથી નુકસાન કરી રહેલી 19 સરકારી કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી દેવાઈ છે 
 

Jun 25, 2019, 11:44 PM IST

બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Jun 24, 2019, 11:43 AM IST

CM કેજરીવાલે કહ્યું- ‘24 કલાકમાં 9 હત્યા’, પોલીસ પર ઉઠાવ્યો સવાલ, મળ્યો આ જવાબ...

શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 9 હત્યા થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ઘટનાઓને લઇને કાયદો તેમજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં ગુનાહિત ગુના વધી રહ્યાં છે.

Jun 24, 2019, 08:25 AM IST

સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન

ગુલામ નબી આઝાદે કહ્યું કે, કેટલાક મુદ્દા છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂરીયા છે. ખેડુત, દુષ્કાળ અને પીવાના પાણી પર ધ્યાન આપવાની જરૂરીયા છે. દેશમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી વધી છે. તેના પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.

Jun 16, 2019, 03:01 PM IST

ગુજરાતમાં વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી

રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. 

Jun 11, 2019, 09:35 PM IST

તમિલનાડુ: 60 ના દશકનું ભુત ફરી ધુણ્યું, હિંદી નામો પર કાળા કુચડા ફેરવાયા

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં બીએસએનએલ હવે એરપોર્ટ સહિત કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાં લાગેલી નામની પટ્ટિકાઓ પર લખેલા હિંદી નામો પર કાળા કુચડા માર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસ શનિવારે સવારે પ્રકાશમાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આ બોર્ડો પર અંગ્રેજીનાં શબ્દોને વિરુપિત નથી કરવામાં આવ્યા. 

Jun 9, 2019, 12:07 AM IST