PAK સહિત આ 3 દેશોમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપશે ભારત સરકાર

કેંદ્ર્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાનૂન 1955 અને 2009 માં કાનૂનના અંતગર્ત બનાવવામાં આવેલા નિયમો હેઠળ આદેશના તાત્ક્લાલિક કાર્યાન્વયન માટે આ આશયનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જોકે સરકારે 2019માં લાગૂ સીસીએના નિયમોને અત્યાર સુધી તૈયાર કર્યા નથી. 

PAK સહિત આ 3 દેશોમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપશે ભારત સરકાર

નવી દિલ્હી: કેંદ્રએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા તથા ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબથી આવેલા 13 જિલ્લામાં વસવાટ કરતા હિંદુ, સિખ, જૈન અને બૌદ્ધ જેવા બિન મુસ્લિમ પાસે શુક્રવારે ભારતીય નાગરિકતા માટે અરજીઓ મંગાવી છે. 

સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
કેંદ્ર્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાનૂન 1955 અને 2009 માં કાનૂનના અંતગર્ત બનાવવામાં આવેલા નિયમો હેઠળ આદેશના તાત્ક્લાલિક કાર્યાન્વયન માટે આ આશયનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જોકે સરકારે 2019માં લાગૂ સીસીએના નિયમોને અત્યાર સુધી તૈયાર કર્યા નથી. 

દેશમાં થયા હતા જોરદાર વિરોધ પ્રદર્શન
વર્ષ 2019માં જ્યારે સીએએ લાગૂ થયો તો દેશના વિભિન્ન ભાગમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા અને તેના વિરોધ પ્રદર્શનો વચ્ચે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં રમખાણો થયા હતા. નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ના અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો શિકાર થયેલા અલ્પસંખ્યકો બિન-મુસ્લિમને નાગરિકતા આપવામાં આઅશે જે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવી ગયા હતા. 

બિન મુસ્લિમોને મળશે નાગરિકતા
ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે 'નાગરિકતા કાનૂન 1955 ની કલમ 16 હેઠળ મળેલી ફરિયાદોનો ઉપયોગ કરતાં થયેલા કેંદ્ર સર્કારના કાનૂનની કલમ પાંચ હેઠળ આ પગલું ભર્યું છે. તેના અંતગર્ત ઉપરોક્ત રાજ્યો અને જિલ્લામાં વસવાટ કરતાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ લોકોને ભારતીય નાગરિક તરીકે રજિસ્ટર્ડ કરવા માટે નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news