દિલ્હી હિંસા: સ્વરાએ તમામ હદો પાર કરી, કાનમાંથી કીડા ખરી પડે તેવા અભદ્ર શબ્દો વાપર્યા

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બોલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કેટલાક લોકો સમજાવતા જોવા મળી રહ્યાં છે તો કેટલાક લોકો ભડકાવતા જોવા મળી રહ્યાં છે. આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે સ્વરા ભાસ્કરની એક ટ્વીટ ખુબ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે ભાષાની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. 

Updated By: Feb 27, 2020, 11:08 AM IST
દિલ્હી હિંસા: સ્વરાએ તમામ હદો પાર કરી, કાનમાંથી કીડા ખરી પડે તેવા અભદ્ર શબ્દો વાપર્યા

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બોલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કેટલાક લોકો સમજાવતા જોવા મળી રહ્યાં છે તો કેટલાક લોકો ભડકાવતા જોવા મળી રહ્યાં છે. આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે સ્વરા ભાસ્કરની એક ટ્વીટ ખુબ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે ભાષાની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. 

તેણે એક યૂઝરને જવાબ આપતા લખ્યું કે અંકલ- મારી ચિંતા ન કર! આ બધા મોત તમારી ideologyના ટટ્ટુઓની દેણ છે! એક દિવસ આ આગ આપણા બધાના ઘરે પહોંચશે અને આ બધુ તમારા બધાના કારણે હશે! હવે જાઓ અને....ખાઓ! #theseshitsdonotdeservecivility 

હાલ જ્યારે દિલ્હી ભડકે બળી રહ્યું છે અને લોકો મોતને ભેટી રહ્યાં છે ત્યારે સ્વરા એક સેલિબ્રિટી હોવાના નાતે આ પ્રકારે ટ્વીટ કરી રહી છે તેને લઈને લોકો ખુબ ગુસ્સામાં છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે. દિલ્હી હિંસાને લઈને આ ટ્વીટ લોકોને શાંત નહીં પરંતુ ભડકાવનારી છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રક્યો, તે કોઈ પર્સનલ લાઈફમાં પણ બોલવાનું પસંદ કરે નહીં. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે સ્વરા તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકો. શું તમારી સોચ આવી છે. એક યૂઝરે લખ્યું કે શું તમારા પરિવારે તમને આવા જ સંસ્કાર આપ્યા છે. 

No photo description available.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ સ્વરા પોતાની ટ્વીટને લઈને ટ્રોલ થઈ હતી. આમ તો તે દરેક મુદ્દે ડર્યા વગર પોતાનો મત રજુ કરતી હોય છે. આવામાં જ્યારે દિલ્હીમાં હિસાં થઈ તો તેણે પોતાની આગામી ફિલ્મ શીર કોરમાનું ટ્રેલર રિલીઝ કરતા કહ્યું કે Woooohoooo. યૂઝર્સને આ ગમ્યું નહીં અને તેમણે કહ્યું કે દિલ્હીમાં ઘર બળી રહ્યાં છે અને તમે Woooohoooo. કરી રહ્યાં છો. શરમ આવવી જોઈએ. એક યૂઝરે તો એમ પણ લખ્યું કે તમે પણ આગ લગાવનારામાંના એક છો. એકે તો સ્વરાને પૂછી નાખ્યું કે શું આ બધુ જ ઈચ્છતી હતી તું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube