વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહી
Gujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
ગુજરાત પર આ વખતે આકાશમાંથી જે આફત આવી છે તે ભયાનક છે. જો આગાહીકારોની આગાહી અને મેપમાં દર્શાવ્યા પ્રમાણે વરસાદ પડશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વિનાશ વેરીને જશે...
આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનઃ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુંકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી. તેમણે રાજ્યમાં જરૂર જણાયે બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા સહિતની જરૂરી સહાયતા માટે ખાતરી આપી છે.
જાણો આવતીકાલે ક્યાં-ક્યાં અપાયું રેડ અલર્ટ?
કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે 27 ઓગસ્ટના રોજ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
27 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 27 ઓગસ્ટે ગુજરાતમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ગુજરાત પર સિસ્ટમ સક્રિયઃ
અરબી સમુદ્રમાં સાયકલોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એક નહીં ગુજરાત પર આ પ્રકારની એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. જેને કારણે સતાવી રહ્યો છે પૂરના પ્રકોપ અને ભારે વિનાશનો ડર...
કેટલાં કલાક ગુજરાત પર રહેશે મોટું સંકટ?
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ આગામી 48 કલાક ગુજરાત પર ભારે છે. ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું વરસાદી સંકટ. ભારે પવન અને તોફાન સાથે ગુજરાત પર ત્રાટકશે વિનાશક વરસાદ.
IMDએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઓછા દબાણના વિસ્તારને કારણે છે, જે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ જવાની શક્યતા છે. તે 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. ત્યારપછી, તે લગભગ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 29 ઓગસ્ટની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છ અને નજીકના દક્ષિણ પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.
Trending Photos