Ambalal Patel: રાજ્યમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. એક સાથે 4 સિસ્ટમ સક્રિયા થતાં વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમા લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં દેખાઈ શકે. 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
Gujarat Monsoon 2026: રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર. અમદાવાદમાં આર્મીની ટિમો ઉતારાશે. અમદાવાદમાં પાણી નિકાલ માટે આર્મીની મદદ લેવાશે. અમદાવાદમાં 6 આર્મીની ટીમો મેદાને ઉતારાશે. આર્મીની ત્રણ કોલમ અમદાવાદ શહેર માટે કામે લાગશે. અમદાવાદ જિલ્લામાં પણ ત્રણ આર્મીની કોલમ મેદાને ઉતરશે. ઓરિસ્સાથી લવાયેલા 2 NDRF ની ટિમોને પણ અમદાવાદમાં ડિપ્લોઇડ કરાઈ. બે બોટ અને લાઇફ જેકેટ સાથે 50થી વધુ આર્મીના જવાનો લોકોને બચાવવા નીકળ્યા.
ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Rain Forecast: ચોમાસું અત્યારે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. તો બીજીતરફ રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમી સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગરમીની વચ્ચે જ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
Ambalal Patel Forecast: હાલ ઠંડી અને ગરમી બન્નેનો અહેસાસ ગુજરાતમાં થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે દિવસે કાળઝાળ ગરમીમાં શેકાવું પડે છે. ગરમી અને ઠંડી વચ્ચે સૌથી વધુ પરેશાન હોય તો તે ખેડૂતો છે. કારણ કે વાતાવરણ પાકને માફક નથી આવી રહ્યું. ત્યાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. શું કરી આગાહી? કેવી છે જગતના તાતની સ્થિતિ? ચાલો જાણીએ.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણમાં મોટા પલ્ટાને લઈને મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
Gujarat Weather Forecast: હાલ શિયાળી તિવ્ર ઠંડીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યું છે. પણ શિયાળાની આ ઠંડી વચ્ચે માવઠાનો માર મેઘરાજાએ આપ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જગતના તાતને જીવ તાળવે ચોંટી ગયો છે. અનેક જગ્યાએ પાકમાં નુકસાન પણ ગયું છે અને આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે ઠંડીમાં વધારો અને ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ શું છે નવી આગાહી?
Ambalal Patel: ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવાર અને રાત્રે ઘાટું ધુમ્મસ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો દિવસ દરમિયાન પણ ઠંડી હવા અને ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશ ઓછો રહે છે. વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાથી મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ધુમ્મસ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડી વધી ગઈ છે. ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઠંડી વધી શકે છે.
Ambalal Patel Agahi: ગુજરાતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
Gujarat Weather Update: હવામાન સતત બદલાઈ રહ્યું છે અને માત્ર ઉત્તર ભારત જ નહીં પરંતુ મધ્ય અને પશ્ચિમ ભારત પણ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું છે. અનેક રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની ચેતવણી આપી છે. આ દરમિયાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી નીચે ગયું છે. બિહારના ઘણા જિલ્લાઓ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
Ambalal Patel Forecast : ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીની અસર અનુભવ થઈ રહ્યો છે. શીત લહેરો ફૂંકાવાના કારણે રાત્રીના સમયે તેમજ વહેલી સવારે અને દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે.
Ambalal Patel Agahi: ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રહેવાથી ઠંડીનો અનુભવ સતત થતો રહેશે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખતરનાક આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Agahi: હાલમાં રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. ચાલો જાણીએ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Ambalal Patel Agahi: રાજ્યમાં સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ભયાનકઆગાહી કરી છે.
Ambalal Ni Agahi: ગુજરાતમાં સવારે અને મોડી સાંજથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. બીજી તરફ અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલે શું કરી છે ડરામણી આગાહી?
Ambalal Patel Forecast: હાલમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ માં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં અચાનક ઠંડી વધી રહી છે. ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે. જ્યારે અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતના પાંચ શહેરોનો પારો 15 ડિગ્રીની અંદર રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના અંગેની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે.
Gujarat Weather: હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ લઘુત્તમ તાપમાનમા વધુ ફેરફાર નહી થાય. અમદાવાદમા 15 તો ગાંધીનગરમા 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું. પવનની દિશાના કારણે સવારે અને રાત્રે ઠંડી તો દિવસમાં ગરમીનો અનુભવ થશે. નવેમ્બર મહિનામા સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાયું. આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ચેતવણી આપી છે.