dealer

SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો

શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 

Feb 2, 2021, 08:46 PM IST

પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા

સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.

Oct 14, 2020, 06:00 PM IST

સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...

જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે  ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે. 

Jan 25, 2020, 12:13 AM IST
Fraud With Pomegranate Dealer In Tharad Of Banaskantha PT4M20S

બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી

બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 4, 2020, 02:30 PM IST
Traders Protest Against Falling Prices Of Castor In Junagadh PT2M26S

જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ કર્યો વિરોધ

જૂનાગઢમાં એરંડાના ભાવ તળિયે જતાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓએ એરંડાને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યાર્ડમાં વેપારીઓએ હડતાળ કરી હરાજી બંધ રાખી છે.

Oct 5, 2019, 12:30 PM IST

અમદાવાદ: નિકોલમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

May 28, 2019, 11:10 AM IST
Porbandar: ATS Detained 9 Irani Drug Dealer With Drug Of 500Cr PT2M4S

પોરબંદરના દરિયામાં હેરોઈન મળવા મુદ્દે ઘટસ્ફોટ, પાકિસ્તાની સ્મગલર હમીદે ગ્વાદર બંદરેથી આપ્યું હતું હેરોઈન

પોરબંદરના દરિયામાં હેરોઈન ઝડપાયાના મુદ્દે નવો ખુલાસો થયો છે...પાકિસ્તાની સ્મગલર હમીદ મલેકે ગ્વાદર બંદરેથી આ હેરોઈનનો જથ્થો રવાના કર્યો હતો અને આ જથ્થો દિલ્હી મોકલવાનો હતો...બોટમાંથી 500 કરોડ રૂપિયાના 100 કિલો હેરોઈનના જથ્થા સાથે 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી...

Mar 28, 2019, 11:45 PM IST

મોરબી: સિરામીક ઉદ્યોગના વેપારી શહિદોના પરિવરાને કરશે મદદ, લાખોની સહાય

દેશની રક્ષા માટે જાન ગુમવનાર 44 જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સોશ્યલ મીડિયાનું જે ગ્રુપ ઉદ્યોગકારો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજ મુકતાની સાથે જ એ કે બે નહિ પરંતુ ૩૦૦થી વધુ સિરામિક ઉદ્યોગકારો તરફથી ઓછામાં ઓછી 11000 અને વધુમાં વધુ અઢી લાખ સુધીની રકમ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લખાવવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં આ રકમ 75 લાખથી પણ વધી ગઈ છે.

Feb 16, 2019, 06:48 PM IST