Designed News

ડિફેન્સ હોય કે સ્પેસ ખાનગી કંપનીઓની ખુબ જ મોટી ભુમિકા: PM મોદી
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજો તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો. આ તબક્કામાં તેઓ ઇસરોનું નવનિર્મિત ઇસરો ભવનની બોપલ ખાતે ખુલ્લુ મુક્યું હતું. ઇસરોની તમામ જરૂરિયાતો સંતોષાઇ જાય તે પ્રકારેઆ સંપુર્ણ ભવનને તૈયાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇસરો રામદેવનગર ટેકરા ખાતે ચાલે છે. પરંતુ હાલ તે ન માત્ર શહેરની મધ્યમમાં આવી ચુક્યું છે પરંતુ હવે ઇસરોની બદલાતી જરૂરિયાતો અનુસાર તે નાનું પણ પડી રહ્યું છે અને સાધન સગવડો પણ ઘટી રહી છે. જેના કારણે ઇસરો દ્વારા બોપલમાં એક આખી નવી જ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઇસરો દ્વારા હાલની જરૂરિયાતો ઉપરાંત આગામી 20 વર્ષ સુધી ઉભી થનારી જરૂરિયાતો અને પડકારોને ધ્યાને રાખીને તમામ તૈયારી કરવામાં આવી છે.
Jun 10,2022, 18:25 PM IST

Trending news