ડિફેન્સ હોય કે સ્પેસ ખાનગી કંપનીઓની ખુબ જ મોટી ભુમિકા: PM મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજો તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો. આ તબક્કામાં તેઓ ઇસરોનું નવનિર્મિત ઇસરો ભવનની બોપલ ખાતે ખુલ્લુ મુક્યું હતું. ઇસરોની તમામ જરૂરિયાતો સંતોષાઇ જાય તે પ્રકારેઆ સંપુર્ણ ભવનને તૈયાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇસરો રામદેવનગર ટેકરા ખાતે ચાલે છે. પરંતુ હાલ તે ન માત્ર શહેરની મધ્યમમાં આવી ચુક્યું છે પરંતુ હવે ઇસરોની બદલાતી જરૂરિયાતો અનુસાર તે નાનું પણ પડી રહ્યું છે અને સાધન સગવડો પણ ઘટી રહી છે. જેના કારણે ઇસરો દ્વારા બોપલમાં એક આખી નવી જ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઇસરો દ્વારા હાલની જરૂરિયાતો ઉપરાંત આગામી 20 વર્ષ સુધી ઉભી થનારી જરૂરિયાતો અને પડકારોને ધ્યાને રાખીને તમામ તૈયારી કરવામાં આવી છે.

ડિફેન્સ હોય કે સ્પેસ ખાનગી કંપનીઓની ખુબ જ મોટી ભુમિકા: PM મોદી

અમદાવાદ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજો તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો. આ તબક્કામાં તેઓ ઇસરોનું નવનિર્મિત ઇસરો ભવનની બોપલ ખાતે ખુલ્લુ મુક્યું હતું. ઇસરોની તમામ જરૂરિયાતો સંતોષાઇ જાય તે પ્રકારેઆ સંપુર્ણ ભવનને તૈયાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇસરો રામદેવનગર ટેકરા ખાતે ચાલે છે. પરંતુ હાલ તે ન માત્ર શહેરની મધ્યમમાં આવી ચુક્યું છે પરંતુ હવે ઇસરોની બદલાતી જરૂરિયાતો અનુસાર તે નાનું પણ પડી રહ્યું છે અને સાધન સગવડો પણ ઘટી રહી છે. જેના કારણે ઇસરો દ્વારા બોપલમાં એક આખી નવી જ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઇસરો દ્વારા હાલની જરૂરિયાતો ઉપરાંત આગામી 20 વર્ષ સુધી ઉભી થનારી જરૂરિયાતો અને પડકારોને ધ્યાને રાખીને તમામ તૈયારી કરવામાં આવી છે.

અમિત શાહનું સંબોધન LIVE...

ગૃહમંત્રી અમિત શાહે પોતાનું ઉદ્બોધન વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતાની સાથે કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારતનું અંતરિક્ષ ક્ષેત્રમાં ખુબ જ મોટો પડાવ પાર કર્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે અત્યાર સુધીમાં ઇસરોે જે પણ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી હતી તેને પ્રેક્ટિકલ ઉપયોગમાં લાવવા, જમીન પર ઉતારવા અને તેની સાથે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓ અને સ્ટાર્ટઅપને જોડીને એક ઇકો સિસ્ટમ બનાવવી કે જેથી ભારત સ્પેસ ક્ષેત્રમાં ખુબ જ આગળ વધે. આ કલ્પના વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલા કરી હતી, જે ધીરે ધીરે તેમણે સુધારાઓ થયા હતા. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આપણી ઇકોનોમીમાં ખુબ જ મોટું કન્ટ્રીબ્યુટર પણ બનશે. આ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધી ખુબ જ ખુણામાં હતો પરંતુ પીએમ મોદીના વિઝનરી મિશનથી શરૂ થશે. 

આજે અનેક ખ્યાતનામ કંપનીઓ અને સ્ટાર્ટઅપના લોકો હાજર છે ત્યારે હું કહેવા માંગુ છું કે, 2014 પહેલા જેટલી સરકારો પણ બની તેમણે પોલિસિ મેકિંગમાં જેટલું કામ થવું જોઇતું હતું તે નથી કર્યું. જે ભારતીય લોકો માટે ભારતીય સમાજ માટે ભારતના ટેક્નોક્રેટ માટે ખુબ જ વણસ્પર્શયા રહ્યા હતા. 2014માં પીએમ બન્યા બાદ મોદીજીએ પરિવર્તન કર્યું અને અનેક ક્ષેત્રોમાં નિતિનિર્ધારણ કરી તેની અનુસાર નિતિ બનાવીને અનેક સંભાવનાઓ ખોલી હતી. નવી ડ્રોન નીતિ પણ બની છે. નવી સ્વસ્થય નીતિ બની છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ઉડાન, આત્મનિર્ભર ભારત, પીઆઇએળ યોજના, ગ્રીન ઇન્ડિયા, નેશનલ પોલિસિ ઓન ઇલેક્ટ્રોનીક, જેમ, મિશન શક્તિ, જીએસટી, સ્માર્ટ સિટી સહિત અનેક પ્રકારની નીતિ અને કાર્યક્રમ એવી રીતે બનાવવામાં આવ્યા કે નવા નવા ક્ષેત્રો માટે બજાર પણ ખુલ્યું છે. જ્યાં ઉભા રહીને તેઓ વિશ્વના યુવાઓ સાથે સ્પર્ધા કરી શકે. 

આજે મોદીજીએ સ્પેસના જે મુખ્યમથકનું ઉદ્ધાટન કર્યું કે અંતરિક્ષ ક્ષેત્રની અનેક સંભાવનાઓને ખોલવાનું માધ્યમ બનશે. 21મી સદીનું ભારત આજે જે એપ્રોચ સાથે આગળ વધીર હ્યું છે, જે રિફોર્ટમ કરીર હ્યું છે તેનો મુળ આધાર ભારતીય લોકો પર અતુટ વિશ્વાસ છે. મિત્રો આજે હું કોઇ અતિશ્યોકિત વગર કહેવા માંગીશ કે, હું હાલમાં જ 13 સ્ટાર્ટઅપના સ્ટોલને જોઇને આવ્યો. આ ખુબ જ નાનો લાગતો કાર્યક્રમ ભારતને સ્પેસ ક્ષેત્રમાં જાયન્ટ બનાવવા માટે મોટુ પગલું સાબિત થશે. સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ એલ્પીકેશન અને તેનો કલ્યાણકારી ઉપયોગ તમામ લોકોને એક કરવા માટે તેની કલ્પના કરી હતી. આજે તે કાર્યક્રમ તે જ કલ્પનનાની કડી છે. મને ખુબ જ આનંદ છે કે આજે નરેન્દ્ર ભાઇએ જે કલ્પના કરી હતી તે જમીન પર ઉતરી રહી છે. નરેન્દ્ર મોદીનો એક ક્વોટ છે, આજે અંતરિક્ષ ક્ષેત્રે જરૂર એ વાતની છે કે, પ્રતિભા પર કોઇ પ્રકારનો પ્રતિબંધ ન હોય તે ખાનગી પ્રતિભા હોય કે જાહેર ક્ષેત્રની હોય. અહીંથી દરેક પ્રતિભાને આગળ વધવા માટે પ્લેટફોર્મ મળશે. આજે હું ઇનસ્પેસ અને ઇસરોના અધ્યક્ષને તથા પીએમ મોદીને શુભકામના પાઠવું છું. આજે પીએમ મોદીએ ક્યારે પણ ખતમ ન થનારી પ્રતિભાનું શરૂઆત કરી છે. 

ગુજરાત CM ભુપેન્દ્ર પટેલ LIVE...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ઇસરો અને અમદાવાદનો જુનો સંબંધ છે. ઇસરોની શરૂઆત વિક્રમ સારાભાઇનો ખુબ જ મોટો રોલ છે. પહેલુ સેન્ટર તેઓએ અમદાવાદમાં જ સ્થાપ્યું હતું. તેના પગલે આજે પણ અમદાવાદનો એક મોટો વિસ્તાર સેટેલાઇટ તરીકે જ ઓળખાય છે. અવકાશી વિજ્ઞાનમાં રૂચી ધરાવતા લોકો માટે હવે ભારતમાં જ સુવર્ણયુગ શરૂ થઇ રહ્યો છે. બોપલનું આ સાહસ સિંગલ વિન્ડો તરીકે કામ કરશે. સ્ટાર્ટઅપ કરનારા લોકો શોધ સંશોધન કરવાનું કામ કરી શકશે. અવકાશ વિજ્ઞાનના સંકલ્પને સિદ્ધ કરવાનું પ્લેટફોર્મ વડાપ્રધાને પુરૂ પાડ્યું છે. તેમના માર્ગદર્શનમાં જ હવે સ્પેસની અંદર રહેલા પેટા અનેક ક્ષેત્રો પણ હરણફાળ ભરી રહ્યા છે. દેશના નાગરિકને હવે સ્પેસ ક્ષેત્રમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે સ્પેસ ક્ષેત્રમાં ખાનગી પ્લેટર પર મુક્તમને સંશોધન અને કામગીરી કરી શકશે. 

PM MODI LIVE

વડાપ્રધાને મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, 21 મી સદીની વિકાસ યાત્રામાં એક શાનદાર અધ્યાય જોયા છે. ઇન્ડિયન નેશનલ સ્પેસ  ઓર્ગેનાઇજેશન, એટલે કે ઇન સ્પેસના હેડક્વાર્ટર અને ખાસ કરીને સાયન્ટિફિક કોમ્યુનિટીને ખુબ જ શુભકામનાઓ પાઠવું છું. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર યુવાનોને કંઇક અનોખી પોસ્ટ કરવી હોય છે તો તેની પહેલા તેઓ એલર્ટ કરે છે અને એલર્ટમાં મેસેન્જિંગ કરે છે કે, વોચ ધીસ સ્પેસ. ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ઇન સ્પેસનું લોન્ચ થવું વોટ ધીસ સ્પેસ મોમેન્ટ જ છે. ઇન સ્પેસ ભારતના યુવાનોને ભારતના બેસ્ટ સાયન્ટિફિક માઇન્ડ્સને પોતાનું ટેલેન્ટ દેખાડવા માટેનો એક અભુતપુર્વ અવસર છે. પછી તેઓ સરકારમાં કામ કરતા હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય ઇન સ્પેસ તમામ માટે ખુબ જ સરસ અવસર લાવ્યું છે. ઇન સ્પેસમાં ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા માટેની ક્ષમતા છે. એટલે જ હું આજે જરૂર એ વાતને કહીશ કે વોચ ધીસ સ્પેસવ, ઇટ સ્પેસ ઇટ ફોર સ્પેસ, સ્પેસ ફોર પેસ, સ્પેસ ઇટ ફોર એસ સાથીઓ દશકો સુધી ભારતમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને માત્ર વેન્ડર તરીકે જ જોવામાં આવ્યા હતા.

સરકાર જ તમામ પ્રોજેક્ટ પર કામ કરતી હતી. આપણા પ્રાઇવેટ સેક્ટરના લોકો પાસેથી જરૂરિયાત અનુસાર બસ થોડા પાર્ટ્સ અને્ ઇક્વિપમેન્ટ લઇ લેવાતા હતા. પ્રાઇવેટ સેક્ટરને માત્ર વેન્ડર બની શકવાના કારણે આગળ વધરવાના રસ્તાઓ અવરુદ્ધ રહ્યા. એક દિવાલ જ રહી હતી. જે સરકારી વ્યવસ્થામાં નથી પછી તે ગમે તેટલો ટેલેન્ડેટ હોય તે સ્પેસ સેક્ટરના પોતાના આઇડિયા પર કામ જ કરી શકતા નહોતા. આ તમામમાં નુકસાન તો દેશનું જ થઇ રહ્યું હતું. નુકસાન તો દેશનું થઇ રહ્યું હતું. આ વાતના સાક્ષી છે કે આખરે આઇડિયા જ વિનર્સ બનાવે છે. સ્પેસ સેક્ટરમાં રિફોર્મ કરીને તેને તમામ બંધનોમાંથી મુક્ત કરીને ઇન સ્પેસના માધ્યમથી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીને દેશ આજે વિનર્સ બનાવવા માટેના અભિયાનનો પાયો નાખી રહ્યો છે. આજે પ્રાઇવેટ સેક્ટર માત્ર વેન્ડર બનીને નહી રહે પરંતુ સ્પેસ સેક્ટરમાં બિગ વિનર્સની ભુમિકા પણ નિભાવશે. ભારતના સરકારી સ્પેસ સંધાનોનું સામર્થ અને પ્રાઇવેટ સેક્ટરનું પેસન જ્યારે જોડાશે ત્યારે તેના માટે આકાશ પણ ટુંકુ પડશે. ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. જે પ્રકારે ભારતના આઇટી સેક્ટરનું સામર્થ આજે વિશ્વ જોઇ રહ્યું છે તેવી જ રીતે આગામી દિવસોમાં ભારતના સ્પેસ સેક્ટરની શક્તિ એક નવી જ ઉંચાઇ પર હશે.

ઇન સ્પેસ સ્પેસ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ અને ઇસરોની વચ્ચે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી ફેસિલિટેટ કરવાનું કામ કરશે. પ્રાઇવેટ સેક્ટર ઇસરોના રિસોર્સનો ઉપયોગ કરીને ઇસરો સાથે મળીને કામ કરી શકે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. સાથીઓ સ્પેસ સેક્ટરમાં આ રિફોર્મ કરતા સમયે મને હંમેશા ભારતના યુવાનોનું અસિમ સામર્થ યાદ રહ્યું. હમણા જ સ્ટાર્ટઅપમાં જઇને આવ્યો તેમાં ખુબ જ યુવાનો ખુબ જ મજબુત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. તેમને હું શુભકામનાઓ પાઠવું છું. સ્પેસ સેક્ટરમાં પહેલાની જે વ્યવસ્થા હતી તેમાં ભારતના યુવાનોને તક ઓછી મળતી હતી. ભારતના યુવાનો પોતાની સાથે ઇનોવેશન અને એનર્જી અને સ્પિરિટ ઓફ એસ્પરેશન લઇને આવે છે. તેમની રિસ્ટ ટેકિંગ ટેક્નિક ખુબ જ હોય છે. તે કોઇ પણ દેશ માટે ખુબ જ જરૂરી હોય છે. જો કોઇ યુવાન ઇમારત બનાવવા માંગે તો આપણે તેને કહી શકીએ કે માત્ર pwd પાસે જ બનાવડાવે. કોઇ યુવાન કંઇક નવું કરવા માંગે તો આપણે તેને કહી શકીએ કે આ કામ માત્ર સરકાર જ કરશે. આ સાંભળીને જ વિચિત્ર લાગે છે. પરંતુ આપણા દેશમાં આવી જ સ્થિતિ હતી. દેશનું દુર્ભાગ્ય રહ્યું કે, સમય સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રીક્શ વચ્ચેનું અંતર ભુલાવી દેવાયું. આજે ભારતનો યુવાન રાષ્ટ્રનિર્માણમાં મહત્તમ ભાગીદાર બનવા માંગે છે તો આપણે તેની સામે એવી શરત ન મુકી શકીએ કે જે કરવું હોય તે સરકારી રસ્તે જ કરો. આવો જમાનો જતો રહ્યો અમારી સરકાર ભારતના યુવાનોની સામેથી દરેક અવરોધને હટાવી રહી છે. સતત રિફોર્મ ચાલી રહ્યા છે. ડિફેન્સ સેક્ટરને પ્રાઇવેટ પ્લેયર માટે, આધુનિક ડ્રોન બનાવવું.

જિયો સ્પેસ, વર્ક ફ્રોમ એની વેર ઇનટેલિકોમ સેક્ટર તમામ પ્રકારે સરકાર કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે ઇઝ ઓફ ડુઇંગનું વાતાવરણ બનાવીએ. જેાથી આ સેક્ટર દેશનાં ઇઝ ઓફ લિવિંગમાં મદદ કરી શકે. ઇ સ્પેસની ટેક્નીકલ લેબ અને ક્લિન રૂમ પણ જોઇ રહ્યો હતો. અહીં સેટેલાઇટની ડિઝાઇન, ફેબ્રિકેશન અને ટેસ્ટિંગ માટેના આધુનિક ઉપકરણ ભારતીય કંપનીઓ માટે ઉપલબ્ધ હશે. અહીં અન્ય પણ ઘણી આધુનિક ફેસેલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આજે મને પ્રદર્શની એરિયાને જોવાની તક મળી અને સ્પેસ અને સ્પેસ સ્ટાર્ટઅપના લોકોને વાત કરવાની તક મળી. મને યાદ છે કે, અમે રિફોર્મ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કોણ પ્રાઇવેટ પ્લેયર આવશે. જો કે આજે 60 થી વધારે ભારતીય પ્રાઇવેટ કંપનીઓ લીડ કરી રહી છે. તેને જોઇને મને ખુબ જ આનંદ થયો છે. મને ગર્વ છે કે અમારા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના સાથીઓને લોન્ચ વેહિકલ, સેટેલાઇ, ગ્રાઉન્ડ સેગમેન્ટ અને સ્પેસ એપ્લીકેશન ક્ષેત્રે ઝડપથી કામ શરૂ કરી દીધું છે. પીએસએલવી રોકેટ માટે પણ ભારતીય પ્રાઇવેટ કંપનીઓ આગળ આવી છે. અનેક કંપનીઓએઅ પોતાના રોકેટની ડિઝાઇન પણ તૈયાર કરી લીધી છે.

આ અસિમિત તૈયારીઓ માટે હું ઉદ્યોગપતિઓ, યુવા ઉદ્યમીઓ અને વૈજ્ઞાનિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ. આ સંપુર્ણ યાત્રામાં જે નવો વળાંક આવ્યો છે નવી ઉંચાઇનો રસ્તો પસંદ કર્યો છે તેના માટે હું કોઇને મહત્તમ શુભકામના પાઠવવી હોય તો તેમાં સૌથી વધારે ફાળો આપણા ઇસરોના લોકોને આપવો છે. જુના ઇસરોના સચિવ પણ બેઠા છે જેમણે આ પ્રોજેક્ટને ખુબ જ હોંશથી આગલ વધાર્યો. હું તમામ ક્રેડિટ આ વૈજ્ઞાનિકોને આપુ છું. સ્ટાર્ટઅપ વાળાને ખબર છે કે, આટલા મહત્વપુર્ણ નિર્ણયના કારણે દેશને શું આપવા માટે બુલંદ હોસલાઓ રાખે છે. ઇશરોએ ખુબ જ સહયોગ આપયો હતો. જ્યાં પોતાની જ માલિકી હતી તેને હવે નાગરિકોને સમર્પીત કરવા માટેની તૈયારી પણ દર્શાવી છે. આપણે હાલમાં આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉઝવી રહ્યા છીએ.

આપણી સ્પેસ ઉપલબ્ધીઓનું વિશેષ યોગદાન છે ઇસરો જ્યારે કોઇ રોકેટ લોન્ચ કરે છે, કોઇ અભિયાન અંતરિક્ષમાં મોકલે છે ત્યારે સમગ્ર દેશ તેની સાથે જોડાઇ જાય છે ગર્વ અનુભવે છે. પ્રાર્થનાઓ કરે છે. જ્યારે તે સફળ થાય છે ત્યારે આનંદ ઉમંગ અને ગર્વથી તે સફળતાને હિન્દુસ્તાનનો દરેક નાગરિક પોતાની સફળતા માને છે. જો ક્યાંય અક્લ્પનીય થઇ જાય તો પણ દેશ પોતાના વૈજ્ઞાનિકોની સાથે ઉભા રહીને તેમનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરે છે. કોઇ વૈજ્ઞાનિક હોય કે ખેડૂત હોય તમામ લોકો વિજ્ઞાનને સમજતા હોય કે ન હોય તે બધાથી ઉપર આપણું સ્પેસ મિશન દેશનાં દરેક નાગરિકનાં મનનું મિશન બની જાય છે. 

મિશન ચંદ્રયાન દરમિયાન આપણે ભારતની ભાવનાત્મક એકતાને જોઇ હતી. ભારતનું અંતરિક્ષ અભિયાન આત્મનિર્ભર ભારતની સૌથી મોટી ઓળખ રહી છે. જ્યારે આ અભિયાનને ભારતના પ્રાઇવેટ સેક્ટરની શક્તિ મળશે તેની શક્તિ કેટલી વધશે તેનો અંદાજ તમે લગાવી શકો છો. 21 મી સદીના સમયમાં તમારી અમારી જીવનમાં દરરોજ સ્પેસ ટેક્નોલોજીની ભુમિકા વધતી જ જઇ રહી છે. જેટલી વધારે ભુમિકા જેટલા વધારે એપ્લિકેશન તેટલા જ વધારે સંભાવના. 21 મી સદીમાં સ્પેસ ટેક એક મોટા રિવોલ્યુશનનો આધાર બનવા જઇ રહ્યું છે. સ્પેસ ટેક માત્ર દુર સ્પેસની જ નહી આપણા પર્સનલ સ્પેસની ટેક્નોલોજી બનવા જઇ રહી છે. સામાન્ય માણસના જીવનમાં સ્પેસ ટેક્નોલોજીની જે ભુમિકા છે તે રોજિંદા જિવનમાં જે પ્રકારે સ્પેસ ટેક્નોલોજી વણાઇ ગઇ છે. તેના તરફ આપણું ધ્યાન નથી જતું. આપણે ટીવી જોઇએ આટલી બધી ચેનલો છે તે સેટેલાઇની મદદથી જ થાય છે.

આપણે ટ્રાફીક જોવા માટે મેપ ખોલીએ તો તે સેટેલાઇટની મદદથી થઇ રહ્યું છે. અર્બન પ્લાનિંગના કામ, રોડ, બિલ્ડિંગ, હોસ્પિટલ, ગ્રાઉન્ડ વોટર, ઇન્ફ્રાપ્રોજેક્ટનું મોનિટરિંગ સેટેલાઇની મદદથી થઇ રહ્યા છે. કોસ્ટલ એરિયાના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ માટે સ્પેસ ટેક્નોલોજીની ખુબ જ મોટી ભુમિકા છે. સમુદ્રમાં જતા સેટેલાઇટ દ્વારા જ ફિશિંગ અને સમુદ્રી તોફાનની મદદ મળે છે. વરસાદ, સાયક્લોન સહિતની તમામ માહિતી મળે છે. સાયક્લોન ક્યાં કેટલાક મિનિટ, ક્યાં ફોલન કરશે અને કેટલો સમય ચાલશે તે તમામ બારિકીઓ સેટેલાઇથી જ મળે છે. ફાર્મિંગ ક્ષેત્રે પણ સોઇલ કાર્ડ હોય ફસલ વિમા યોજના હોય તે તમામ માં સેટેલાઇટ છે. આજના આધુનિક એવિએશન ટેક્નોલોજીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભવિષ્યમાં અને આ વખતના બજેટમાં ટીવીના માધ્યમથી બાળકોને ટ્યુશન આપવાનો પ્રયાસ કર્યો છે. જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જઇ રહ્યા છે અને ગામ છોડી શહેરમાં ખુબ જ મોંઘી ફી આપીને ભણવું પડે છે તેમનો સિલેબસ તૈયાર કરાવી રહ્યા છીએ. જેથી ઘરે બેઠા વિદ્યાર્થી upsc જેવી અધરી પરીક્ષા પણ પાસ કરી શકે છે. તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે.

ભવિષ્યે આવા જ અનેક ક્ષેત્રમાં સ્પેસ ટેકનો ઉપયોગ વધવાનો છે. સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય માણસ સુધી કઇ રીતે પહોંચાડી શકીએ અને ઇઝ ઓફ લિવિંગનું માધ્યમ બને કઇ રીતે દેશના વિકાસ અને સામર્થ માટે કરી શકીએ તે દિશામાં ઇન સ્પેન અને પ્રાઇવેટ પ્લેયર્સને કામ કરવાની જરૂર છે. જિયો સ્પેસ મેપિંગની સંભાવના પણ આપણી સામે છે. પ્રાઇવેટ સેક્ટર પણ ખુબ જ ઉપયોગી છે. અમારી પાસે આજે સરકારી ડેટા ઉપલબ્ધ છે પરંતુ આગામી સમયમાં પ્રાઇવેટ સેક્ટર પાસે પણ આવો ડેટા હશે. ડેટાની આ મુડી વિશ્વમાં તમને ખુબ જ મોટી શક્તિ આપવાની છે. હાલમાં સ્પેસ સેક્ટર 4 હન્ડ્રેડ બિલિયન ડોલર છે. આગામી સમયમાં 1 ટ્રીલીયન ડોલર બનવા જઇ રહ્યું છે. આજે આપણી પાસે ટેલેન્ટ પણ છે અને આપણી જન ભાગીદારી માત્ર 2 ટકા છે. આપણે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં આપણું યોગદાન વધારવું પડશે. તેમાં પ્રાઇવેટ સેક્ટરની ખુબ જ મોટી ભુમિકા છે. આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસી ક્ષેત્રે પણ ભારતની ખુબ જ મોટી ભુમિકા જોઇ રહ્યો છું. ભારત સ્પેસ ક્ષેત્રે મજબુત બને તે દેશ માટે ગૌરવની વાત છે. આપણા દેશમાં અનંત સંભાવનાઓ છે. અનંત સંભાવનાઓ ક્યારે પણ સિમિત પ્રયાસોથી સાકાર થઇ શકે નહી. હું તમને આશ્વસ્ત કરુ છું કે, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ધરાવતા યુવાનોને કહીશ કે આ રિફોર્મ આગળ પણ ચાલુ રહેશે. પ્રાઇવેટ સેક્ટરની જરૂરિયાતોને સમજવામાં આવે, વ્યાપારની જરૂરિયાતોને સમજવામાં આવે ઇન સ્પેસ આ દિશામાં પ્રાઇવેટ સેક્ટરની તમામ જરૂરિયાતોને પુર્ણ કરવા માટે એક સિંગલ વિન્ડો નોડેલ એજન્સી તરીકે કામ કરશે. સરકારી કંપનીઓ, સ્પેસ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ અપ અને ઇન્સ્ટિટ્યુટની વચ્ચે સામંજસ્યની વચ્ચે નવી ભારતીય અંતરિક્ષ નીતિ પર પણ કામ ચાલી રહ્યું છે.

આપણે સ્પેસ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગને આગળ વધારવા માટે નવી જ પોલીસી લાવી રહ્યા છીએ. માનવતાનું ભવિષ્ય વિકાસ બે એવા ક્ષેત્ર છે જે ખુબ જ પ્રભાવિત થવાનાં છે. આપણે જેટલા ઝડપથી તેને અક્સપ્લોર કરીશું વિશ્વની સ્પર્ધામાં આપણે તેટલા જ મજબુતીથી ઉભા રહી શકીશું. આપણે પરિસ્થિતિઓને લીડ પણ કરી શકીશું અને કંટ્રોલ પણ કરી શકીશું તે બંન્ને ક્ષેત્ર છે સ્પેસ અને સી. આજે આપણે નીતિઓ દ્વારા આ તમામને એડ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશના યુવાનોને તેની સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. ખાસ કરીને યુવાનોમાં જે ક્યુરિયોસિટી હોય તે ભારતીય સ્પેસ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ખુબ જમ ોટી શક્તિ છે માટે આપણો પ્રયાસ છે કે, દેશમાં બનેલી અટલ ટિન્કરિંગ લેબમાં સ્પેસ સાથે જોડાયેલી ટેક્નોલોજી શિખવવામાં આવે. દેશની સ્કુલો અને કોલેજોને આગ્રહ કરીશ કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને સ્પેસ અંગેની કંપનીઓ અંગે જણાવે અને તેની મુલાકાત કરાવે.

જે પ્રકારે આ ક્ષેત્રમાં ભારતીય ખાનગી કંપનીઓ વધી રહી છે તેનાથી પણ તેમને મદદ મળશે. તમને ખબર હશે કે ભારતમાં પહેલા મને ખબર નથી કે પહેલા આવું કેમ હતુ પરંતુ હતું. સેટેલાઇટ જે પ્રકારે લોન્ચ થતું હતું તે ક્ષેત્રમાં કોઇને એન્ટ્રી જ નહોતી અમારા જેવા નેતાઓને વીઆઇપીની જેમ બેસાડીને ત્યાં બેસાડીને દેખાડવામાં આવતું હતું. જોકે મારી વિચારસરણી અલગ જ છે અને હું જ્યારે પહેલીવાર વડાપ્રધાન તરીકે ગયો ત્યારે મે નિર્ણ કર્યો વિદ્યાર્થીઓને આમાં ખુબ જ રસ છે. તેને ધ્યાને રાખીને જ્યાંથી સેટેલાઇટ લોન્ચ થાય છે તે શ્રીહરિકોટામાં અમે એક ખુબ જ મોટા લોન્ચ જોવા માટેની વ્યુ ગેલેરીનું નિર્માણ કર્યું છે. કોઇ પણ નાગરિક આ કાર્યક્રમને જોઇ શકશે. 10 હજાર લોકો આ જોઇ શકે તેની વ્યવસ્થા કરી છે. વસ્તુ ખુબ જ નાની લાગોે છે પરંતુ ભારતના જીવનમાં તેનો ખુબ જ મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મિત્રો સ્પેસ હેડક્વાર્ટરનું આજે લોકાર્પણ થયું છે, ગુજરાત અલગ અળગ સેક્ટરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનોનું સેન્ટર બની રહ્યું છે. હું ભુપેન્દ્ર ભાઇ અને તેમની ટીમને અને પ્રોએક્ટિવ નીતિઓના સમર્થન માટે અધિકારીઓનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આભાર...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news