ડિજિટલ સેવા સેતુ પોર્ટલ દ્વારા છેલ્લાં 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો છે. ઇ-ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો ₹20ની ફી સાથે 14 જેટલાં પ્રમાણપત્રો જારી કરી શકશે; આવકનો દાખલો, રાશન કાર્ડમાં સુધારો થઈ જશે.
આ સેવાને લગતી એફિડેવિટ તલાટી પાસે કરાવી શકાશે. તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર નહીં રહે. આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે