Dissatisfaction News

ઓલપાડ તાલુકા પંચાયત ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા ભડકો
જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 184 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ દ્વારા હજી એક પણ ફોર્મ ભરાયું નથી. આવતી કાલે બાકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવામાં આવશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, આ વખતે આશ્ચર્યજનક પરિણામ આવશે.
Feb 12,2021, 18:34 PM IST
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને અસંતોષ
જમાલપુર વોર્ડથી કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અને હવે ખાડીયા વોર્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાહનવાઝ શેખ સાથે ઝી 24 કલાક એ કરી ખાસ વાતચીત. જમાલપુર વોર્ડથી કોંગ્રેસ પક્ષે તેમને રિપીટ ના કરતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ખાડીયા વોર્ડથી તેમની પેનલની જીત થશે. જમાલપુરથી રિપીટ ના થવા પાછળ કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની સામે ટીકીટ કાપવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એવા ઈમરાન ખેડાવાલા મામલે સીધી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરવાનું શાહનવાઝે ટાળ્યું હતું. પરંતુ શાહનવાઝ શેખે કહ્યું કે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ નેતૃત્વ એ ટીકીટ ના આપીને એકવાત સ્પષ્ટ કરી છે કે કોંગેસ યુવાનોને ડેવલપ કરવા માગતું નથી. 
Feb 9,2021, 17:33 PM IST
કોંગ્રેસનો તંત્ર સામે અસંતોષ: તમામ સાંત્વના છતા કોર્ટમાં જવાની ધમકી
એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ પર થયેલા હુમલામા પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શહેર પોલીસ કમીશનરને મળ્યુ હતું. જો કે  પોલીસ કમિશ્નરને મળ્યા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલને સંતોષ થયો નહોતો. તેમણે કહ્યુ કે FIR ક્યારે થશે એ બાબતે પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા નથી કરી. માત્ર ન્યાય મળશે એવું જ પોલીસ કમિશ્નર જણાવે છે. જેથી હંમેશાની જેમ ફરી એકવાર કોંગ્રેસે તંત્ર સામે પણ આંગળી ચીંધી અને દાવો કર્યો કે, કમિશનરના વલણ પર અમને વિશ્વાસ નથી. અમને લાગે છે કે પોલીસ ફરિયાદ લેશે નહી. હવે અમે ન્યાય માટે હાઇકોર્ટ જઈશું.  
Jan 8,2020, 18:27 PM IST

Trending news