કોંગ્રેસનો તંત્ર સામે અસંતોષ: તંત્રના દ્વારા તમામ રીતે સાંત્વના છતા આખરે કોર્ટની ધમકી ઉચ્ચારી

એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ પર થયેલા હુમલામા પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શહેર પોલીસ કમીશનરને મળ્યુ હતું. જો કે  પોલીસ કમિશ્નરને મળ્યા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલને સંતોષ થયો નહોતો. તેમણે કહ્યુ કે FIR ક્યારે થશે એ બાબતે પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા નથી કરી. માત્ર ન્યાય મળશે એવું જ પોલીસ કમિશ્નર જણાવે છે. જેથી હંમેશાની જેમ ફરી એકવાર કોંગ્રેસે તંત્ર સામે પણ આંગળી ચીંધી અને દાવો કર્યો કે, કમિશનરના વલણ પર અમને વિશ્વાસ નથી. અમને લાગે છે કે પોલીસ ફરિયાદ લેશે નહી. હવે અમે ન્યાય માટે હાઇકોર્ટ જઈશું.  
કોંગ્રેસનો તંત્ર સામે અસંતોષ: તંત્રના દ્વારા તમામ રીતે સાંત્વના છતા આખરે કોર્ટની ધમકી ઉચ્ચારી

અમદાવાદ : એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ પર થયેલા હુમલામા પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શહેર પોલીસ કમીશનરને મળ્યુ હતું. જો કે  પોલીસ કમિશ્નરને મળ્યા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલને સંતોષ થયો નહોતો. તેમણે કહ્યુ કે FIR ક્યારે થશે એ બાબતે પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા નથી કરી. માત્ર ન્યાય મળશે એવું જ પોલીસ કમિશ્નર જણાવે છે. જેથી હંમેશાની જેમ ફરી એકવાર કોંગ્રેસે તંત્ર સામે પણ આંગળી ચીંધી અને દાવો કર્યો કે, કમિશનરના વલણ પર અમને વિશ્વાસ નથી. અમને લાગે છે કે પોલીસ ફરિયાદ લેશે નહી. હવે અમે ન્યાય માટે હાઇકોર્ટ જઈશું.  

પોલીસ કમિશનરને રજુઆત કર્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યુ કે હત્યાનો પ્રયાસ થયો. જો કે પોલીસે ગોળ ગોળ સુઓમોટો FIR કરી NSUIના હાથમાં હથિયાર હોય કે હુમલો કરતા દેખાય તો તેમને પણ સજા કરવામાં આવે. જેની ઉપર હુમલો થયો છે એમની FRI લેવામાં આવે પોલીસ સુઓમોટો કર્યા પછી તપાસની વાત કરે છે. જેનાથી અમને સંતોષ નથી.  24 કલાકમાં FIR દાખલ નહીં કરે તો અમે કોર્ટમાં જઈશું. પોલીસે સામાન્ય FIR નોંધી છે. જેના હાથમાં હથિયાર હોય તે ગુનેગાર પછી ભલે તે ગમે તેવો ચમરબંધી હોય કમિશ્નર ના જવાબથી અમને સંતોષ નથી.

જો કે આ અંગે DCP ઝોન-7 દ્વારા અધિકારીક રીતે પત્રકાર પરિષદ જોયવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તપાસ પણ ચાલુ કરી દેવામાં આવી છે. જો કે બંન્ને વિદ્યાર્થી સંગઠનોનાં કાર્યકરો દ્વારા પોલીસ સાથે અપશબ્દોનો ઉપયોગ કરીને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસ તમામ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. જો કે પોલીસ બંદોબસ્ત તે બાતમીનાં આધારે ગોઠવાયો હતો. જેમાં NSUI ના કાર્યકરો ઘાતક હથિયારો સાથે ABVP ના કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હોવાની બાતમી હતી. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 

જો કે હાલ તો પત્રકાર પરિષદ બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષી દ્વારા હંમેશાની જેમ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મનીષ દોષીએ જણાવ્યું કે, એબીવીપી દ્વારા ભયનો માહોલ  ઉભો કરવામાં આવી રહ્યો છે. એબીવીપીની કામગીરી સામે ખુલ્લી પડી. કાર્યાલયથી 300 મીટર દુર ઘટના બની. આ પહેલાથી જ સુનિયોજીત કાવતરૂ હતું. ડીસીપી પર પણ પ્રેશર છે. NSUI ના કાર્યકરો પાસે હથિયારો હતા છતા તે પોતે જ ઘાયલ થઇ ગયા. આ કઇ રીતે બને. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ મુકપ્રેક્ષક બની ગઇ હતી. પોલીસ અસામાજીક તત્વોને છાવી રહી છે. 
(ઇનપુટ જાવેદ સૈયદ, ગૌરવ પટેલ પાસેથી પણ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news